અમદાવાદઃ સરકારી નોકરી મળતાં યુવકે કર્યા બીજા લગ્ન, પહેલી પત્નિને આભ ફાટ્યું

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ‘પતિ-પત્ની ઓર વો’નો કિસ્સો સામે આવ્યો છે. મૂળ પત્ની અને બે સંતાનો હોવા છતાં એક યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા અને બાળકને પણ જન્મ આપ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાને તેના પતિ અને સાસરિયા પક્ષથી અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઇ
 
અમદાવાદઃ સરકારી નોકરી મળતાં યુવકે કર્યા બીજા લગ્ન, પહેલી પત્નિને આભ ફાટ્યું

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ‘પતિ-પત્ની ઓર વો’નો કિસ્સો સામે આવ્યો છે. મૂળ પત્ની અને બે સંતાનો હોવા છતાં એક યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા અને બાળકને પણ જન્મ આપ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાને તેના પતિ અને સાસરિયા પક્ષથી અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદઃ સરકારી નોકરી મળતાં યુવકે કર્યા બીજા લગ્ન, પહેલી પત્નિને આભ ફાટ્યું
advertise

ચાંદખેડા વિસ્તારમાં રહેતી નેહલ રાઠોડના લગ્ન વર્ષ 2004માં થયા હતા. બાદમાં વર્ષ 2010 સુધીમાં તે બે બાળકોની માતા પણ બની હતી. આ સમય દરમિયાન સાસુ સસરા, દિયર, દેરાણી અને પતિ કપિલ રાઠોડ તરફથી પણ શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ સરકારી નોકરી મળતાં યુવકે કર્યા બીજા લગ્ન, પહેલી પત્નિને આભ ફાટ્યું
file photo

કપિલ રાઠોડને વર્ષ 2013માં SBI બેંકમાં ક્લાર્ક તરીકેની નોકરી મળતાની સાથે જ તેના તેવર બદલાઇ ગયેલા જોવા મળ્યા હતા. સરકારી નોકરી મળતાની સાથે જ કપિલ રાઠોડ એ ભૂલી ગયો કે, તે પોતે બે બાળકોનો પિતા છે. બેંકમાં નોકરી કરતી મહિલા સાથે અનૈતિક સંબંધો વિકસાવી દીધા અને તેનાથી પણ ઉપરવટ જઇને કપિલ રાઠોડે પોતે પરણિત હોવા છતાંય બીજા લગ્ન કરીને એક બાળકને પણ જન્મ આપી દીધો.

હાલતો આ સમગ્ર બનાવવની જાણ પહેલી પત્નીને થતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સાસરિયા અને પતિ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.