અમદાવાદઃ LG બાદ હવે SVP હોસ્પિટલમાં 3 ડોક્ટરને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક SVPમાં વધુ 2 ડોક્ટરને કોરોના પોઝિટિવ જાહેર કરાયા બાદ રેસિડેન્ટ ડોકટર્સની ટીમમાં ખળભળાટ મચી ગયો છે. મ્યુનિ.ની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ SVPમાં કોરોનાનાં દર્દીઓ માટે ૫૦ બેડનાં આઇસોલેશન વોર્ડથી શરૂઆત કરાઇ ત્યારબાદ ધીમે ધીમે કોરોનાનાં દર્દીઓમાં વધારો થવા માંડતા બેડની ક્ષમતા 1000 કરવામાં આવી છે, પરંતુ ગઇકાલે એક તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં
 
અમદાવાદઃ LG બાદ હવે SVP હોસ્પિટલમાં 3 ડોક્ટરને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

SVPમાં વધુ 2 ડોક્ટરને કોરોના પોઝિટિવ જાહેર કરાયા બાદ રેસિડેન્ટ ડોકટર્સની ટીમમાં ખળભળાટ મચી ગયો છે. મ્યુનિ.ની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ SVPમાં કોરોનાનાં દર્દીઓ માટે ૫૦ બેડનાં આઇસોલેશન વોર્ડથી શરૂઆત કરાઇ ત્યારબાદ ધીમે ધીમે કોરોનાનાં દર્દીઓમાં વધારો થવા માંડતા બેડની ક્ષમતા 1000 કરવામાં આવી છે, પરંતુ ગઇકાલે એક તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં જ SVPનાં તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના પોઝિટિવ ડોક્ટરનાં સંપર્કમાં આવેલાં અન્ય રેસિડન્ટ ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફ વગેરેમાં ફફડાટ ફેલાઇ જતાં, તેમણે પણ કોરોના ટેસ્ટ કરાવવા માંગણી કરી હતી. જેમાં ૮ ડોક્ટરોને કોરન્ટાઇ કરાતાં SVPની હાલત પણ એલ.જી. હોસ્પિટલ જેવી થવાની શંકા તબીબી સૂત્રોએ વ્યક્ત કરી હતી. એલ.જી. હોસ્પિટલનાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફમાં કોરોનાનાં પોઝિટિવ કેસો નોંધાયા બાદ ત્યાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ બંધ કરવાની ફરજ પડી હતી. આજે વધુ 2 કેસ પોઝિટીવ આવતાં તમામ રેસિડેન્ટ ડોકટર્સે પત્ર લખીને સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરી છે કે તેમને કોરેન્ટાઈન કરવામાં આવે અને તેમનાં બને તેટલાં ઝડપથી કોરોના રિપોર્ટ કરવામાં આવે.

SVPમાં કોરોના દર્દીઓ આવવાની શરૂઆત મહિના દોઢ મહિના પહેલાં થઇ હતી અને ત્યારથી ગઇકાલ સુધી સ્ટાફમાં કોઇને ચેપ લાગ્યાની ફરિયાદ નહોતી. પરંતુ 1 ડોક્ટરને કઇ રીતે ચેપ લાગ્યો તેની અને તેમનાં કોન્ટેક્ટમાં આવેલાઓની તપાસ થઇ રહી છે. જે બાદ 8 રેસિડન્ટ ડોક્ટરને કોરેન્ટાઇનમાં રહેવા સૂચના આપી દેવાઇ હતી. વધુ 2 ડોકટર્સને કોરોના પોઝિટીવ કેસ આવ્યો હોવાથી હોસ્પિટલ સ્ટાફમાં ખળભળાટ છે.

SVPમાં હાલ 748 પેશન્ટ સારવાર હેઠળ છે અને હજુ આ સંખ્યામાં વધારો થઇ શકે છે ત્યારે બીજી બાજુ હોસ્પિટલમાં પણ કોરોનાનો ચેપ લાગવાનો ભય વધી ગયો છે અને અન્ય બીમારીની સારવાર કરાવવા આવનારને પણ કોરોના થવાની શકયતા વધી ગઇ હોવાથી હોસ્પિટલમાં સન્નાટો ફેલાઇ ગયો છે. હોસ્પિટલમાં અત્યારે ઓપીડી કહેવા ખાતર ચલાવવામાં આવે છે અને ઇમરજન્સીમાં પણ અતિગંભીર સ્થિતિમાં હોય તેવા દર્દીને જ દાખલ કરવામાં આવે છે. આવી સ્થિતિ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફમાં કોરોનાનો ચેપ ફેલાય તેવી ભીતિ છે.

હવે આગામી દિવસોમાં સ્ટાફમાં કોરોનાનાં ચેપનું પ્રમાણ વધે તો એલ.જી. હોસ્પિટલની જેમ મોટાભાગનો સ્ટાફ સારવાર હેઠળ કે કોરેન્ટાઇન કરવો પડે તેવી પરિસ્થિતિમાં હોસ્પિટલની અનેકવિધ સેવાઓ ઉપર ગંભીર અસર પડવાની ધારણા સેવાઇ રહી છે.