આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

દેશમાં વધતા જતા પત્રકારો પર હુમલામાં વધુ એક બનાવ અમદાવાદમાં શનિવારે બન્યો હતો. અમદાવાદમાં શનિવારે એક ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલનાં કોપી એડિટરનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. આજે તે ઘટનાને પણ ચાર દિવસ થઇ ગયા છે. છતાં પણ તેનો કોઇ જ ભેદ ખુલી શક્યો નથી.

અમદાવાદના નિકોલના રસપાન ચાર રસ્તા નજીકના શિક્ષાપત્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં ચિરાગ હિતેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. 26) માતા મંજુલાબેન અને મોટાભાઇ જૈમીન સાથે રહેતા હતા. શુક્રવારે ચિરાગને સાપ્તાહિક રજા હોવાથી તે ઘરે હતો. શુક્રવારે બપોરે જમીને ગલ્લે જઇ આવુ તેમ કહી ઘરેથી નિકળ્યો બાદ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે, સવારે ટેંબલી હનુમાન મંદિર કેનાલ પાસેની ખુલ્લી જગ્યામાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે તેનું સ્પ્લેન્ડર બાઇક, પર્સ અને આઇકાર્ડ 20 ફુટ દુર મળી આવ્યા હતા. પરંતુ તેનો મોબાઇલ મળ્યો નથી. છેલ્લે તેણે શુક્રવારે સાંજે તેના ભાઇને કોલ કર્યો હતો. આ ઉપરાંત તેણે 10 હજાર આસપાસનું આરટીજીએસ કોઇને કરાવ્યું હતુ. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સળગી જવાથી મોત થયાનું ખુલ્યું હતું.

પત્રકાર ચિરાગ પટેલની હત્યાને લઇ મંગળવારે કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવે પણ આ અંગે દુખ વ્યક્ત કરતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘હું પત્રકારની ઘાતકી હત્યાને કારણે ઘણો આઘાતમાં છુ. ભાજપની સરકારમાં પ્રેસનાં માણસો પણ સુરક્ષિત નથી તેમની પણ હત્યા થાય છે.’

સમગ્ર ઘટનાને લઇ કોંગ્રેેસ નેતા હાર્દિક પટેલે ટવિટ કરીને દુખ વ્યકત કર્યુ હતુ.

સોશિયલ મીડિયા પર પણ #Justice4Chiragનાં હેશટેગથી લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. મહત્વનું છે કે નિકોલમાં રહેતા અને ગુજરાતી ન્યૂઝ ચેનલના કોપી એડિટરનો મૃતદેહ કઠવાડા ટેબલી હનુમાન મંદિર નજીક કેનાલ પાસેથી ખુલ્લી જગ્યામાંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. કોઈએ હત્યા કરી પુરાવાના નાશ કરવા માટે મૃતદેહ સળગાવી દીધો કે કોઈક કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજી સુધી પોલીસ તપાસમાં કોઇ જ ખુલાસો થયો નથી.

મહત્વનું છે કે સમગ્ર મામલે તંત્ર મોડે મોડે જાગ્યુ હોય તેમ ઘટનાના ત્રણ દિવસ બાદ નિષ્પક્ષ તપાસના આદેશો જાહેર કર્યા હતા. ભાજપના ભરત પંડયાએ સમગ્ર ઘટનાને લઇ મોડે મોડે જાગ્યા હોય તેમ તેમણે મંગળવારે પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ચિરાગ પટેલની હત્યાનું દુ:ખ ભાજપ સરકારને છે અને તેમના હત્યારાઓ કોઇપણ હોય તેમને છોડવામાં નહી આવે.

 

20 Sep 2020, 11:56 AM (GMT)

COVID-19 Global Stats

31,219,015 Total Cases
964,735 Death Cases
22,814,317 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code