અમદાવાદ: કોરોનાને લઇ કેમ્પ હનુમાન મંદીરે તમામ ઉજવણી રદ્દ કરવામાં આવી

અટલ સમાચાર, અમદાવાદ કોરોના વાયરસને લઇ 16 વર્ષથી ચાલી આવતી પરંપરા આ વખતે તૂટશે. છેલ્લા 16 વર્ષથી અમદાવાદના આર્મી કેંટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિર થી વાસણા વાયુદેવ મંદિર સુધી હજારો ભક્તો સાથે નીકળતી શોભાયાત્રા આ વખતે નહિ યોજવાનો નિર્ણય કરાયો છે. તંત્ર દ્રારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે. એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓને પણ જ્યાં
 
અમદાવાદ: કોરોનાને લઇ કેમ્પ હનુમાન મંદીરે તમામ ઉજવણી રદ્દ કરવામાં આવી

અટલ સમાચાર, અમદાવાદ

કોરોના વાયરસને લઇ 16 વર્ષથી ચાલી આવતી પરંપરા આ વખતે તૂટશે. છેલ્લા 16 વર્ષથી અમદાવાદના આર્મી કેંટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિર થી વાસણા વાયુદેવ મંદિર સુધી હજારો ભક્તો સાથે નીકળતી શોભાયાત્રા આ વખતે નહિ યોજવાનો નિર્ણય કરાયો છે. તંત્ર દ્રારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે. એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓને પણ જ્યાં લોકોની ભીડ એકઠી થતી હોય તેવા કાર્યક્રમો નહિ યોજવાની અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે 8 એપ્રિલ હનુમાન જયંતિ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના આર્મી કેંટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિરએ હનુમાન જયંતિએ તમામ પ્રકારની ઉજવણી રદ્દ કરાઇ છે. દરવર્ષે હનુમાન મંદિર એ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ ભંડારો, ધ્વજા રોહણ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત 16 વર્ષ થી કેમ્પ હનુમાન મંદિર થી શાહીબાગ, સુભાસબ્રિજ, વાડજ, પાલડી થઈ વાસણા વાયુ દેવ મંદિર શોભાયાત્રા પહોંચે છે ત્યાંથી ફરી ધરણીધર દેરાસર, નહેરુ નગર, વિજયચારરસ્તા, ઉસમાનપુરા થઈ કેમ્પ મંદિરે પરત ફરે છે જેમાં 64 ખંડી અન્નકૂટ દર્શન હોય છે, 1 અખાડો હોય છે અને 15 થી 20 ટેબ્લો, વેશભૂષા, પ્રસાદી, રામાયણ અને સુંદરકાંડ નો પાઠ, મોટરસાયકલ, અને ફોરવિહલ મળી 20 હજાર જેટલા ભકતોનો જમાવડો થતો હોય છે. આ ઉપરાંત આ આયોજન માટે અલગ અલગ 250 થી 300 માણસોની કમિટી હોય છે.

સાથે જ કેમ્પ મંદિરે 50 થી 60 હજાર ભક્તોનો ભંડારો થતો હોય છે. આ ઉપરાંત મંદિરે 500 કિલોની કેક પણ કાપવામાં આવે છે. પરંતુ આ વખતે તમામ આયોજન કેન્સલ રાખવામાં આવ્યા છે. આ અંગે મંદિર ના પૂજારી ભૂષણભાઈ પંડિત એ જણાવ્યું કે આ વખતે કેંટોનમેન્ટ માં કોઈપણ માટે પ્રવેશ પર પ્રતિબંધ છે. જેથી તમામ પ્રકારની ઉજવણી રદ કરાઈ છે. માત્ર મંદિર ના પૂજારી અને સેવકો દ્વારા બાલ સ્વરૂપ હનુમાન ની સેવા પૂજા કરવામાં આવશે અને ભગવાનને નાનો ભોગ ધરાવવામાં આવશે. મહત્વનું છે કે કેમ્પ હનુમાન મંદિર અમદાવાદ નું પ્રખ્યાત હનુમાન મંદિર હોય છે. જ્યાં દર્શન માટે દર શનિવારે ભક્તો ની લાંબી કતાર લાગે છે.ત્યારે કેમ્પ હનુમાન મંદિર ઉપરાંત શહેરના તમામ હનુમાન મંદિર હનુમાન જયંતિએ ઉજવણી ના કાર્યક્રમ કે જેમાં ભક્તોનો જમાવડો થતો હોય તેવા તમામ કાર્યક્રમ રદ કરાયા છે.