અમદાવાદઃ કોરોનાથી તમામ પાન-ગલ્લા, 31 માર્ચ સુધી બંધ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. ગઈકાલે સુરત-રાજકોટમાં એક એક કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ અને વડોદરામાં ત્રણ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે કેસ અને વડોદરામાં એક કેસ મળી અને 3 નવા કેસ નોંધાયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મોટી
 
અમદાવાદઃ કોરોનાથી તમામ પાન-ગલ્લા, 31 માર્ચ સુધી બંધ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. ગઈકાલે સુરત-રાજકોટમાં એક એક કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ અને વડોદરામાં ત્રણ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે કેસ અને વડોદરામાં એક કેસ મળી અને 3 નવા કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મોટી જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરમાં 31મી માર્ચ સુધી તમામ પાનના ગલ્લા-દુકાન બંધ રહેશે. જે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીનમાં રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિસિપલ કોર્પોશેન. મફતમાં ઘરે પહોંચાડશે.

અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધમ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં.

થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે. રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોરનાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે. રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ