અમદાવાદ: અમિત શાહના હસ્તે AMCની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાયું

અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન માટે શહેરમાં ઈલેકટ્રીક બસ દોવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરાયું. અમિત શાહે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી રવાના કરી. લોકાર્પણ બાદ શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે.
 
અમદાવાદ: અમિત શાહના હસ્તે AMCની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાયું

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન માટે શહેરમાં ઈલેકટ્રીક બસ દોવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરાયું. અમિત શાહે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી રવાના કરી. લોકાર્પણ બાદ શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. આ બસમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે.અમદાવાદ: અમિત શાહના હસ્તે AMCની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાયું

અમદાવાદમાં કુલ 50 ઈલેક્ટ્રિક બસને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસ છે. આ બસને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. આ સાથે જ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.