આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક 

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં પણ અમદાવાદનું સ્થાન ભારતના સ્વચ્છ શહેરોમાં ટોપ 50માં નથી. સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્વાર્ટર 2 અને 3ના પરિણામો અનુસાર 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને સ્વચ્છતાને લઇને છઠ્ઠો અને સાતમો ક્રમ મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં સફાઈનનું બજેટ વધારીને સફાઈની પાછળ અંદાજીત 300 કરોડ રૂપિયા ખર્ચ કર્યા પછી પણ અમદાવાદનો ક્રમ ભારતના ઓવરઓલ તમામ શહેરના ટોપ 50માં નથી થયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

દેશના 4237 શહેરોમાં અમદાવાદનો નંબર 51મો આવ્યો છે. સફાઈ વ્યવસ્થામાં વેસ્ટ કલેક્શન, પ્રોસેસિંગમ કેપેસિટી બિલ્ડીંગ અને સસ્ટેનેબલ સેનિટેશનની ચાર વ્યવસ્થાની 36 બાબતોમાં અમદાવાદ મહાનગરપાલિકાએ 1766.13 ક્લેમ કર્યા હતા અને 11 બાબતો માટે 653 માર્ક ક્લેમ કર્યા હતા તેમાંથી કેન્દ્રની ટીમ દ્વારા સર્વેક્ષણ કરીને 356 માર્ક્સ જ આપવામાં આવ્યા હતા. સ્વચ્છતાની બાબતમાં વડોદરા અને રાજકોટ અમદાવાદથી પાછળથી હોવા છતાં પણ આગળ નીકળી ગયા છે. વર્ષ 2016માં અમદાવાદને 14મો રેન્ક મળ્યો હતો, વર્ષ 2017માં 12મો રેન્ક, વર્ષ 2018માં 12મો રેન્ક, વર્ષ 2019ના એપ્રિલથી જૂનાથી ક્વાર્ટર-1માં 18મો રેન્ક અને જૂલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટર-2માં 51મો રેન્ક મળ્યો છે.

04 Aug 2020, 8:36 AM (GMT)

COVID-19 Global Stats

18,456,665 Total Cases
697,700 Death Cases
11,690,670 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code