અમદાવાદ: રીક્ષામાં વધુ એક ચકચારી બનાવ, વૃધ્ધ દંપતી લુંટાયા

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદ શહેરમાં રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાયે હજી થોડોકો જ સમય થયો છે ત્યાં રીક્ષામાં ચોરીની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર રહેતા બાવલભાઈ પટેલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઈ કાલે બપોરના સમયે બાવલભાઈ અને તેમનાં પત્ની મણિનગર જવા માટે નીકળ્યાં હતાં. રીક્ષામાં બેસવા દરમ્યાન દાગીનાની ઉંઠાતરી થઇ
 
અમદાવાદ: રીક્ષામાં વધુ એક ચકચારી બનાવ, વૃધ્ધ દંપતી લુંટાયા

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ શહેરમાં રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાયે હજી થોડોકો જ સમય થયો છે ત્યાં રીક્ષામાં ચોરીની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર રહેતા બાવલભાઈ પટેલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઈ કાલે બપોરના સમયે બાવલભાઈ અને તેમનાં પત્ની મણિનગર જવા માટે નીકળ્યાં હતાં. રીક્ષામાં બેસવા દરમ્યાન દાગીનાની ઉંઠાતરી થઇ હોવાની ફરીયાદથી ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદ શહેરમાં ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે દંપતિ રિક્ષાની રાહ જોઇ ઊભાં હતાં તે સમયે એક ‌રિક્ષા તેમની પાસે આવી હતી. જેમાં બાવલભાઈ અને તેમનાં પત્ની બેસી ગયાં હતાં. ‌રિક્ષામાં અગાઉથી ત્રણ પેસેન્જર બેસેલા હતા. પેસેન્જર વધી જતાં બાવલભાઈને રિક્ષામાં હવા ઓછી છે તેમ કહીને ડ્રાઇવરની બાજુમાં બેસાડ્યા હતા, જ્યારે બાવલભાઈનાં પત્નીને પાછળની સીટમાં બેસાડ્યાં હતાં તથા બે યુવાનને પાછળની સીટમાં બેસાડ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, થોડાક આગળ પહોંચ્યા ત્યારે આગળ મારો મોબાઈલ પડી ગયો છે તેમ કહીને રિક્ષાચાલકે બાવલભાઈ અને તેમનાં પત્નીને રસ્તા પર જ ઉતારી દીધાં હતાં. ત્યારબાદ તેઓ પલાયન થઇ ગયા હતા. ‌રિક્ષાચાલક નીકળી ગયા બાદ બાવલભાઈએ ચેક કરતાં તેમણે મૂકેલા ૧.૯૭ લાખ થેલીમાં હતા નહીં. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં જ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.