અમદાવાદ: શહેરમાં કૂદકેને ભૂસકે વધતા કોરોનાના કેસને લઇ લેવાયા મોટા નિર્ણયો

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 83 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાંથી 5ના મોત થયા છે. જેને લઈને એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર
 
અમદાવાદ: શહેરમાં કૂદકેને ભૂસકે વધતા કોરોનાના કેસને લઇ લેવાયા મોટા નિર્ણયો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 83 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાંથી 5ના મોત થયા છે. જેને લઈને એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે અમલમાં લેવાનો નિર્ણય લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ: શહેરમાં કૂદકેને ભૂસકે વધતા કોરોનાના કેસને લઇ લેવાયા મોટા નિર્ણયો

મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં આવતા 13 દરવાજાની હદમાં ખાસ ટીમ મૂકવામાં આવશે. હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ થશે. મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જો કે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. વધતા કેસોને લઈને આજથી અમદાવાદનો નહેરુબ્રિજ બંધ કરાયો છે. બેરીકેટ્સ અને પતરા મારી બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. કોટ વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને જોતા તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે નહેરુબ્રિજ બંધ કરાયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી નહેરુબ્રિજ બંધ રહેશે.

અમદાવાદ: શહેરમાં કૂદકેને ભૂસકે વધતા કોરોનાના કેસને લઇ લેવાયા મોટા નિર્ણયો

આ બાજુ એલિસબ્રિજ વનવે કરાવી દેવાયો છે. આઈપી મિશન રોડથી આશ્રમ રોડ તરફ જતો એલિસબ્રિજનો માર્ગ અવર જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો. આશ્રમ રોડ તરફથી એલિસબ્રિજ તરફ આવતો માર્ગ બંધ કરાયો છે. આશ્રમ રોડથી એલિસબ્રિજ થઈને આવતા તમામનું સઘન સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. પોલીસકર્મીઓ સહિત ચાર અલગ અલગ પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ દ્વારા દિવસભર ચેકિંગ હાથ ધરાશે. ઇન્ફ્રારેડ થર્મોમીટરથી તમામ નાગરિકોનું તાપમાન ચેક કરાઈ રહ્યું છે. 100 ડીગ્રી પર આવતા તમામને હોસ્પિટલ રેફર કરાઈ રહ્યા છે સાથે જ તમામના નામ, સરનામાં અને મોબાઈલ નંબરની નોંધ પણ લેવાઈ રહી છે.

અમદાવાદ: શહેરમાં કૂદકેને ભૂસકે વધતા કોરોનાના કેસને લઇ લેવાયા મોટા નિર્ણયો

કોરોના વાયરસ સામે ફાઈટ્સ આપવા માટે તંત્ર તૈયાર છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા પર પસાર થતા લોકોનું બોડી ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે અને જો કોઈનું ટેમ્પરેચર વધારે હોય તો તેને નામ એડ્રેસ લઈ સીધા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહયા છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે જે સવારે થી અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના સ્કેનિગ કરવામાં આવ્યા છે સદનસીબે હજુ એક પણ વ્યક્તિ નું બોડી ટેમ્પરેચર વધારે નથી આવ્યું.