અમદાવાદ: BJP યુવા મોરચાનો પ્રમુખ હોવાનું કહી યુવકે દંપતિ સાથે કરી મારામારી

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી ભાજપ યુવા મોરચાના પ્રમુખ કે કાર્યકર્તા હોવાનું કહીને લોકો ગુંડાગીરી કરતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. તેવામાં વધુ એક ફરિયાદ સાબરમતી પોલીસસ્ટેશનમાં નોંધાઇ છે. સોસાયટીના રહીશો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવકે પોતે બીજેપી યુવા મોરચાનો પ્રમુખ છે અને રાણીપ આખું ચલાવે છે જેથી મારી નાખશે તેવી
 
અમદાવાદ: BJP યુવા મોરચાનો પ્રમુખ હોવાનું કહી યુવકે દંપતિ સાથે કરી મારામારી

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી ભાજપ યુવા મોરચાના પ્રમુખ કે કાર્યકર્તા હોવાનું કહીને લોકો ગુંડાગીરી કરતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. તેવામાં વધુ એક ફરિયાદ સાબરમતી પોલીસસ્ટેશનમાં નોંધાઇ છે. સોસાયટીના રહીશો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવકે પોતે બીજેપી યુવા મોરચાનો પ્રમુખ છે અને રાણીપ આખું ચલાવે છે જેથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. સમગ્ર મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધી સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના ન્યુ રાણીપમાં આવેલા શુકન સ્માઇલ સિટી માં રહેતા વિનોદભાઇ પંચાલ વેપારી છે. ગત તા. 3 માર્ચના રોજ સોસાયટીનો ગેટ ખોલવા બાબતે સોસાયટીના કમિટી મેમ્બર હિરેનભાઇ પટેલ સાથે તેમને ઝઘડો થયો હતો. બાદમાં બીજા દિવસે તેઓ પેતાના વેપાર ધંધેથી પરત આવ્યા ત્યારે હિરેન પટેલ, જયેશ ઉર્ફે ચરાડા પટેલ, શૈલેષ પટેલ, રાકેશ રાવલ, જીતુભાઇ પટેલ સહિતના લોકોએ ફરી ઘર્ષણ કર્યું અને વિનોદભાઇ તથા તેમની પત્ની સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી.

ત્યારે હિરેન પટેલે ધમકી આપી હતી કે તે ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છે અને આખું રાણીપ ચલાવે છે, તને જાનથી મારી નાખીશ. જેથી વિનોદભાઇએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી અને આ તમામ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે ધમકી આપનાર હિરેન પટેલે પણ વિનોદ પંચાલ, નરપત પરમાર, આશિષ પટેલ, દિલિપ ઠાકર, કલ્પેશ શ્રોફ, અખિલેશ તિવારી, નિરમલ સોની સામે ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે આ આરોપીઓમાંથી કેટલાક લોકો દારૂ પીધેલા હતા અને તે લોકોએ ધમકી આપી તેમને અને તેમની પત્ની તથા અન્ય એક મહિલાને માર માર્યો હતો. જેથી સાબરમતી પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.