અમદાવાદ: બુટલેગરો બન્યા બેફામ, છરીથી હુમલો કરતા હોમગાર્ડ જવાનનું મોત

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદ શહેરમાં ફરી એક વાર પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. આ ઘટના મોડીસાંજે બની હતી જેમાં એક હોમગાર્ડ જવાનનું મોત થયું છે. જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ સારવાર હેઠળ છે. આરોપી સુનીલ ઉર્ફે મચ્છી બુટલેગર સામેથી પોલીસ સામે હાજર
 
અમદાવાદ: બુટલેગરો બન્યા બેફામ, છરીથી હુમલો કરતા હોમગાર્ડ જવાનનું મોત

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ શહેરમાં ફરી એક વાર પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. આ ઘટના મોડીસાંજે બની હતી જેમાં એક હોમગાર્ડ જવાનનું મોત થયું છે. જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ સારવાર હેઠળ છે. આરોપી સુનીલ ઉર્ફે મચ્છી બુટલેગર સામેથી પોલીસ સામે હાજર થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

હાટકેશ્વર પોલીસ ચોકી પાસે બુટલેગરોએ છરીથી હૂમલો કર્યો હતો. આ હુમલા બાદ બન્નેને તાત્કાલિક એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબો દ્વારા હોમગાર્ડને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.મૃતક હોમગાર્ડ જવાનનું નામ રવિ પટેલ હોવાનું સામે આવ્યું છે. જો.કે સમગ્ર ઘટનામાં હાલ તો પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ વધાર્યો છે. પરંતુ આ ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠેયા છે.

અમદાવાદ: બુટલેગરો બન્યા બેફામ, છરીથી હુમલો કરતા હોમગાર્ડ જવાનનું મોત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પૈસાની લેતી દેતીને મામલે બુટલેગરો અને પોલીસ વચ્ચે ઝઘડો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ જવાનો દ્વ્રારા પૈસા ઉઘરાવવા ગયા હતા અને આ ઝઘડો થયો હતો જેમાં બુટલેગર સુનીલ અને તેના સાગરીતોએ આ હોમગાર્ડ જવાન અને પોલીસ જવાન ઉપર હૂમલો કરી દીધો હતો. જેમાં હોમગાર્ડ જવાનું મોત થયું છે જ્યારે પોલીસ જવાનની હાલત ગંભીર છે.