અમદાવાદ: કોરોના ક્વૉરન્ટીન વિસ્તારમાં બાળકનો જન્મ, નેગેટિવ રિપોર્ટથી રાહત

અટલ સમાચાર,ડેસ્ક એક તરફ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તેવામાં કોરોના ક્વૉરન્ટીન ઓઢવ વિસ્તારની ગજબની ઘટના સામે આવી છે. ક્વૉરન્ટીન વિસ્તારની હૉસ્પિટલમાં માતાએ બાળકને જન્મ આપ્યો છે. ડૉક્ટરે માતાનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ ડિલિવરી કરાવી હતી, માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે માતાએ બાળકને જન્મ આપતા પરિવારમાં ખુશી છવાઈ છે. અટલ સમાચાર
 
અમદાવાદ: કોરોના ક્વૉરન્ટીન વિસ્તારમાં બાળકનો જન્મ, નેગેટિવ રિપોર્ટથી રાહત

અટલ સમાચાર,ડેસ્ક

એક તરફ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તેવામાં કોરોના ક્વૉરન્ટીન ઓઢવ વિસ્તારની ગજબની ઘટના સામે આવી છે. ક્વૉરન્ટીન વિસ્તારની હૉસ્પિટલમાં માતાએ બાળકને જન્મ આપ્યો છે. ડૉક્ટરે માતાનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ ડિલિવરી કરાવી હતી, માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે માતાએ બાળકને જન્મ આપતા પરિવારમાં ખુશી છવાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, તેવામાં શહેરના કોરોના સંક્રમિત વિસ્તાર એવા ઓઢવમાં ગજબની ઘટના સામે આવી છે. અહીં કોરોનાના કારણે ક્વૉરન્ટીન કરેલા વિસ્તારમાં એક માતાએ આ વિસ્તારની ધ્વનિ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે જ બાળકનો જન્મ થયો છે. અગત્યની વાત એ પણ છે કે બાળકના મામા અને નાના કોરોના વૉરિયર્સ છે. બાળકના મામા પોલીસ અને નાના હોમગાર્ડમાં નોકરી કરે છે.

બાળકને જન્મ આપનાર કાજલબેન દેસાઈ જણાવ્યું કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે બાળકનો જન્મ થયો છે તેની ખુશી છે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઘણા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આથી વધારે ચિંતા હતી. હૉસ્પિટલમાં ડોક્ટર વસંત પટેલે પહેલા મારો કોરોના રિપોર્ટ કઢાવ્યો. આ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ડિલિવરી કરાવી હતી.

બાળકનો જન્મ થતા પરિવારમાં ઘણા લોકો બાળકને જોવા આવવાની અને કાજલબેનના ખબર અંતર પૂછવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ હાલ કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી તમામ લોકોને આવવાની ના પાડી છે. કોરોનાની મહામારી વકરી રહી છે ત્યારે જે પણ મહિલાને ઘરમાં નાનું બેબી હોય તેમણે વારંવાર હાથ ધોવા ઉપરાંત જ્યારે પણ બાળકને હાથ લગાવે ત્યારે પોતાના હાથ સેનિટાઈઝ કરવા જોઈએ.