અમદાવાદ: સિવિલ હૉસ્પિટલની નર્સે 10માં માળેથી માર્યો કૂદકો, અંતે મોત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારના આવેલ કર્ણાવતી રિવેરામાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. યુવતી એ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, કોરોના યોદ્ધા સમાન આ નર્સના આપઘાતના સમાચારથી શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો શેફાલી મેકવાન નામની યુવતીમાં
 
અમદાવાદ: સિવિલ હૉસ્પિટલની નર્સે 10માં માળેથી માર્યો કૂદકો, અંતે મોત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારના આવેલ કર્ણાવતી રિવેરામાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. યુવતી એ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, કોરોના યોદ્ધા સમાન આ નર્સના આપઘાતના સમાચારથી શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શેફાલી મેકવાન નામની યુવતીમાં ચાર વર્ષ પહેલાં સી ટી એમ ખાતે રહેતા જેક્સન મેકવાન સાથે લગ્ન થયા હતા. જો કે લોકડાઉન હોવાથી ૨૩ મી મે ના દિવસે તેના પિતાને ત્યાં રહેવા માટે આવી હતી. પરંતુ છેલ્લા બે દિવસ થી તે સતત માનસિક તનાવમાં રહેતી હતી. આજે સવારે 10 વાગે તે ફ્લેટના દસમા માળે આવેલ પેન્ટ હાઉસમાં મોબાઈલ લઈને વાત કરવા માટે ગઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, થોડીવાર બાદ તેમના પરિવારજનો એ જોતાં શેફાલી બી બ્લોક ના પાર્કિંગમાં લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી. જેથી 108 ને જાણ કરતા ફરજ પર ના ડોકટરએ તેને મૃત જાહેર કરી હતી. શેફાલી સિવિલ હોસ્પિટલ માં નર્સ તરીકે કામ કરતી હતી. જો કે છેલ્લા બે દિવસ થી તે માનસિક તણાવ માં રહેતી હોવાથી તેને આ પગલું ભર્યું હોવાનું તેમના પરિવારજનો નું માનવું છે. જો કે પોલીસ એ પણ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.