અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વધુ એક વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોના મહામારીનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેને લઇને તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તંત્ર દ્વારા ઘરે-ઘરેજઇને સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો કોટ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતા બફર ઝોન જાહેર કરાયો છે ત્યારે તંત્ર દ્વારા વાડના કિરણ પાર્ક વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટાઇન
 
અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વધુ એક વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેને લઇને તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તંત્ર દ્વારા ઘરે-ઘરેજઇને સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો કોટ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતા બફર ઝોન જાહેર કરાયો છે ત્યારે તંત્ર દ્વારા વાડના કિરણ પાર્ક વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં વધતા કોરોના વાયરસના દર્દીઓને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા શહેરના અનેક વિસ્તારોને કલસ્ટર ક્વોરોન્ટાઇ જાહેર કરવામાં આવ્યાં છે. ત્યારે પશ્ચિમમાં આવેલા વાડજ વિસ્તારના કિરણ પાર્કને આજરોજ તંત્રેએ કલ્સટર ક્વોરન્ટાઇન જાહેર કર્યો છે. આમ વાડજના કિરણ પાર્કને કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવતાં તંત્ર દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવ્યાં છે તેનું પાલન સ્થાનિક લોકોએ કરવું પડશે. કલસ્ટર ક્વોરન્ટાઇન કરાતાં સ્થાનિકોની અવરજવર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના વધતા વ્યાપને અટકાવી શકાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં મેગા સર્વેલન્સ હાથ ધરાયું હતું. કોરોના સંક્રમિત જે વિસ્તારો છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને લગભગ 63 હજાર 293 ઘરોમાં ચેકિંગ કર્યું હતું.