અમદાવાદ: કંપનીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને સોમવારે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. વ્યાજખોરોના ત્રાસથી
 
અમદાવાદ: કંપનીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને સોમવારે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ શહેરમાં અનેક લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે પણ પોલીસ માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સિવાય કોઈ જ કામગીરી નથી કરતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોમવારે સાંજે હિમાંશુએ સાંજે 5થી 6 લોકોને વોટ્સએપ કર્યા હતા. જેમાં તેમણે ધીરુભાઇ નામના વ્યક્તિને પણ મેસેજ કર્યો હતો. ધીરુભાઈએ હિમાંશુ ભાઈને ફોન કર્યા હતા પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહતો. ફરી એક મેસેજ આવ્યો હતો અને તેમાં તેમનો ફોટો હતો. જેથી તેમને કંઈક ખોટું થયુ છે તેવું લાગ્યું હતું. ત્યારબાદ તરત હિમાંશુ ભાઈનો ફોન આવ્યો હતો અને તેઓ દવા પી ગયા છે, માફ કરજો, મારા ઘરના લોકોને સાચવજો તેમ કહ્યું હતું. ત્રણ મહિના પહેલા હિમાંશુભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રી રોલિંગ મિલ્સ મશીનરી, સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રીપ અને કોઈલ બનાવતી વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2000માં કંપની એક્ટ હેઠળ રજીસ્ટર થઈ હતી. સેકન્ડ જનરેશન ગણાતી આ કંપનીની ભાગડોર ત્યારથી જ હિમાંશુ વરિયા હસ્તક આવી હતી. પહેલા કંપનીમાં ડાયરેક્ટ અને ત્યાર બાદ મેનેજીંગ ડાયરેકટર તરીકે તેમણે કારભાર સંભાળ્યો હતો. તેમનો પરિવાર પાછલા 45 વર્ષથી સ્ટીલ અને એન્જિનિયરિંગને લગતા વ્યવસાય સાથે સંકળાયેલો છે. હિમાંશુ વરિયા વિરુદ્ધ કેનેરા બેંકની સબસિડીયરીએ ફ્રોડનો ક્રિમીનલ કેસ કર્યો હતો.વ્યાજખોરોથી થાકી ગયો છું.’