અમદાવાદ: કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. દિવસે ને દિવસે તેમની તબિયત નાજૂક થઈ રહી હતી. છેવટે તેઓ કોરોનાથી હારી
 
અમદાવાદ: કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. દિવસે ને દિવસે તેમની તબિયત નાજૂક થઈ રહી હતી. છેવટે તેઓ કોરોનાથી હારી જતા તેમનું મોત થયું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના કોંગ્રેસના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું. હતું.

કૉંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્નીને એકસાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો. બદરૂદ્દીન શેખને કૉંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની એકદમ નજીકના માનવામાં આવતા હતા. એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં હતા. કૉંગ્રેસમાં તેમની ખૂબ જ મોટી ખોટ પડશે.

ઉલ્લેખનીય છે કે, આ બાજુ કંગ્રેસના બીજા નેતા ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતાં છેલ્લા 11 દિવસથી SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે તેમની તબિયત ખુબ સારી હતી. તેઓને કોઈ પ્રકારના હેવી સિમ્ટમ્સ દેખાયા નહોતા. હાલમાં છેલ્લી બે વખત કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતાં સોમવારે ડિસ્ચાર્જ કરાશે.

કોણ છે બદરૂદ્દીન શેખ

– બદરૂદ્દીન શેખ કોંગ્રેસના મોટા નેતા અહમદ પટેલના નજીકના માનવામાં આવતા હતા.- વર્ષ 2010 માં AMCના વિપક્ષના નેતા રહ્યા હતા.

– 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા.

– ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે.

– ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા.

– વર્ષ 1979-1980 માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા.

– આ સિવાય પણ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહ્યા.