આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આજના આંકડાની વાત કરીએ તો આજરોજ એક જ દિવસમાં કુલ 19 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં સૌથી વધારે એકલા અમદાવાદ શહેરમાં 13 કેસ નોંધાતા તંત્ર અલર્ટ થઇ ગયું છે. જેને લઇને અમદાવાદ શહેરમાં કોરોનાની તપાસ માટે મોબાઇલવાનની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના કેસ અમદાવાદમાં સતત વધી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદમાં કોરોનાની તપાસ વધારવા માટે મોબાઇલ વાનની મદદ લેવામાં આવશે. અમદાવાદના 7 ઝોનમાં 7 મોબાઇલ વાનની મદદ લેવાશે. કોર્પોરેશન દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ મોબાઇલ વાનમાં ડોક્ટર સહિત 5 સભ્યોની ટીમ હશે. આ વાનમાં બે ડોક્ટર, બે વર્કર, એક આયુષ ડોક્ટર હાજર રહેશે. આ મોબાઇલ વાન અલગ-અલગ વિસ્તારમાં સર્વે અને સેમ્પલની કામગીરી કરશે. જ્યારે શંકાસ્પદ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ સેમ્પલ લેવાશે.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે અમદાવાદમાં વધુ 13 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. સોમવારે અમદાવાદમાં 11 કેસ નોંધાયા હતા આજે 13 કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં 15 લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે 27 આંતરરાજ્ય અને 35 લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code