અમદાવાદ: કિડની હોસ્પિટલના RMOના એક જ કુટુંબના 7ને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક પશ્ચિમ ઝોન નારણપુરા, આંબાવાડી, નવરંગપુરામાં કોરોનાના કેસોમાં ઝડપભેર વધારો નોંધાઈ રહ્યો છે. જો આ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન જેવી હાલત થશે તેમ જણાય છે. નવરંગપુરામાં એક જ કુટુંબમાં સાત કેસ નોંધાતા અને પાંચના હજુ રિપોર્ટ આવવાના બાકી હોવાથી હલચલ મચી ગઈ છે.
 
અમદાવાદ: કિડની હોસ્પિટલના RMOના એક જ કુટુંબના 7ને કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક

પશ્ચિમ ઝોન નારણપુરા, આંબાવાડી, નવરંગપુરામાં કોરોનાના કેસોમાં ઝડપભેર વધારો નોંધાઈ રહ્યો છે. જો આ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન જેવી હાલત થશે તેમ જણાય છે. નવરંગપુરામાં એક જ કુટુંબમાં સાત કેસ નોંધાતા અને પાંચના હજુ રિપોર્ટ આવવાના બાકી હોવાથી હલચલ મચી ગઈ છે. જોગાનું જોગ એક ડોક્ટરનું ફેમીલી હોવાનું જાણવા મળે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આ કુટુંબના એક વૃધ્ધ વ્યક્તિને કોરોના થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાદમાં ૧૧ વ્યક્તિના ટેસ્ટ કરાતાં બીજા ૬ ને કોરોના હોવાનું જણાતા આજે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે હજુ પાંચ વ્યક્તિના રિપોર્ટ બાકી હોવાની ચર્ચા શરૂ થઇ છે. કિડની હોસ્પિટલના આરએમઓ વિરેનભાઇ ત્રિવેદીનું આ કુટુંબ હોવાનું જાણવા મળે છે, જો કે ડોકટરને કોરોના થયો નથી.

અગાઉ સોલા સિવિલના ડિનના ડોકટર પત્નીને કોરોના થતાં એસવીપીમાં દાખલ કરાયા હતાં. તેઓ વિદેશથી આવેલા કુટુંબીજનોના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. ઉપરાંત બે દિવસ પહેલાં નારણપુરામાં એક જ કુટુંબના ૪ દર્દીઓ નોંધાયા હતા. બોડકદેવ અને આંબવાડીના નોંધાયેલા દર્દીઓના ચેપ લાગતા પાછળથી તેમના કુટુંબીજનો દાખલ થયા હતાં. જે દર્દીને કોરોનાના લક્ષણો દેખાય તેમણે કુટુંબની બાકીની વ્યક્તિઓનો સંપર્ક બંધ કરીને પોતે જ એક રૂમમાં કવોરેન્ટાઇન થઇ જવું જોઇએ અથવા સેમ્પલનું રિઝલ્ટ પોઝિટીવ આવ્યું હોય તો હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઈએ, જેથી અન્ય કુટુંબીજનો ચેપથી બચી શકે. બહુ જાગૃત રહેવામાં આવે તો જ આ શક્ય છે, બાકી આપણા કુટુંબોની જે જીવનશૈલી છે, તેમાં તેનું પાલન થવાનું થોડું અઘરૂં છે.