અમદાવાદ : આ 11 ફ્લાઇટમાં આવેલા લોકોને કોરોના પોઝિટિવ હતા, ચેક કરો લીસ્ટ

અટલ સમાચાર,ડેસ્ક વિશ્વ સહિત રાજ્યમાં કોરોના વાયરસનો કેર વ્યાપી રહ્યો છે. આ 11 ફ્લાઇટનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમા કહેવામાં આવ્યું છે કે, જો આ ફ્લાઇટમાં તમારા પરિવાર કે મિત્ર કોઇપણ આમાં આવ્યું હોય અને હજી હોમ ક્વોરેન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરીને જાણ કરવી. Flight details of
 
અમદાવાદ : આ 11 ફ્લાઇટમાં આવેલા લોકોને કોરોના પોઝિટિવ હતા, ચેક કરો લીસ્ટ

અટલ સમાચાર,ડેસ્ક

વિશ્વ સહિત રાજ્યમાં કોરોના વાયરસનો કેર વ્યાપી રહ્યો છે. આ 11 ફ્લાઇટનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમા કહેવામાં આવ્યું છે કે, જો આ ફ્લાઇટમાં તમારા પરિવાર કે મિત્ર કોઇપણ આમાં આવ્યું હોય અને હજી હોમ ક્વોરેન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરીને જાણ કરવી.

AMCના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના 12 પોઝિટિવમાંથી 11 કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે ક્વોરેન્ટાઇન કરી દીધા છે. પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને ક્વોરોન્ટાઇન ન થયા હોય તો અમને જાણ કરે તેમજ સેલ્ફ ક્વોરોન્ટાઇન થઈ જાય.

મહત્વનું છે કે, આ 11 ફ્લાઇટમાં આવેલા પેસેન્જરને લઇ જતા એક કેબ ડ્રાઇવરને પણ ઇન્ફેક્શન લાગ્યું હતું. જેના કારણે તે પણ પોઝિટીવ થયો હતો. જેથી આ 11 ફ્લાઇટમાં આવેલા મુસાફરો જે કોઇના પણ સંપર્કમાં આવ્યા હોય તે બધાને પણ સંક્રમણ થવાની શક્યતા છે. કોરોનાને કારણે ગુજરાતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે જે ચિંતાનો વિષય છે.