આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગત રાતથી આજ સવારે સુધીમાં કોરોના વાયરસને કારણે 5 લોકોના મોત થયાં છે તો અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 1300ને પાર પહોંચ્યો છે. તો લોકોને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પણ કોરોના થયો હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના શહેરના સતત ધમધમતા રહેતા માનસી 4 રસ્તા વિસ્તારમાં બની હતી. શાકભાજીનું વેચાણ કરતા એક વેપારીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના માનસી સર્કલ નજીક શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી વેપારીને મેડિકલ ટીમ હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ વેપારીની શાકભાજીની લારી ઘટનાસ્થળે જ પડી રહી હતી. 3 કલાકથી વધુ સમય થવા છતાં તંત્રએ નોંધ લીધી નથી. આ લારીમાંથી ગાય શાકભાજી ખાઈ રહી છે. ત્યારે આ ગાય દ્વારા અનેક લોકોને સંક્રમણ થવાનો ભય છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલ્યું ન હતું અને અંદરોઅંદર દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે.

કોરોનાને નાથવા માટે દિવસ-રાત મહેનત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી રણનીતિ એમ છે કે ખાસ કરીને શાકભાજી, દૂધવાળા અને દવાવાળાઓ ઉપર નજર રાખવાનું છે. કારણ કે આ બધા સુપરસ્પ્રેડર છે. કારણ કે આ લોકો જેટલાક વિસ્તારમાં જશે તે વિસ્તારમાં શાક લેવા આવેલ તમામ વ્યક્તિને કોરોના થવાનો ભય રહેલો છે. માટે આ લોકો પર મનપા ખાસ નજર રાખી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code