અમદાવાદ: મેગા સર્વેલન્સમાં હેલ્થ ટીમમાં સામેલ ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં બફર ઝોનમાં કામ કરતા એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય સમિતિમાં ડોક્ટર હતા અને પોતે અમદાવાદ સિટિ વિસ્તારમાં સ્વાસ્થ્ય ટીમમાં સામેલ હતા. અમદાવાદમાં હાલ રાજ્યના સૌથી વધુ 152 કેસ છે. અને 7 લોકોના મોત થયા છે. અમદાવાદમાં બફર ઝોનમાં કામ કરતા એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
અમદાવાદ: મેગા સર્વેલન્સમાં હેલ્થ ટીમમાં સામેલ ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં બફર ઝોનમાં કામ કરતા એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય સમિતિમાં ડોક્ટર હતા અને પોતે અમદાવાદ સિટિ વિસ્તારમાં સ્વાસ્થ્ય ટીમમાં સામેલ હતા. અમદાવાદમાં હાલ રાજ્યના સૌથી વધુ 152 કેસ છે. અને 7 લોકોના મોત થયા છે. અમદાવાદમાં બફર ઝોનમાં કામ કરતા એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય સમિતિમાં ડોક્ટર હતા અને પોતે અમદાવાદ સિટિ વિસ્તારમાં સ્વાસ્થ્ય ટીમમાં સામેલ હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડોક્ટરને સર્વેલન્સ દરમિયાન ચેપ લાગ્યો છે. સોલામાં ESISના ડોક્ટરને પણ સોશિયલ સંપર્કથી આવ્યો હતો. એક ફાર્માસિસ્ટને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો પરંતુ તે સોશિયલ સંપર્કથી આવ્યા હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 308 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 152 કેસ થઈ ચુક્યા છે. અને 7 લોકોના મોત થઈ ચુક્યા છે. ગઈ કાલે 59 કેસ આવ્યા હતા અને 11 કેસ આજે પોઝિટિવ આવ્યા છે. ત્યારે અમદાવાદમાં એક ડોક્ટરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો ભયજનક તબક્કો શરૂ થઈ ગયો છે. કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસ જોવા મળી રહ્યા છે. હજુ આવનારા દિવસોમાં આ જ ગ્રાફથી કેસો વધશે. અમદાવાદમાં કોરોનાના વધતા વ્યાપને અટકાવી શકાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં મેગા સર્વેલન્સ હાથ ધરાયું હતું. કોરોના સંક્રમિત જે વિસ્તારો છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને લગભગ 63,293 ઘરોમાં ચેકિંગ કર્યું હતું. તો મધ્ય ઝોનના કુલ 6 વોર્ડમાં પણ તપાસ કરાઇ હતી. મેગા સર્વેલન્સ દરમિયાન કુલ 3,06, 674 લોકોની તપાસ કરવામાં આવી હતી.