અમદાવાદ: મહિલા PSI સહિત 8 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાઈરસની ઝપેટમાં આવનારા પોલીસ કર્મચારીઓનો આક વધતો જાય છે. ચાંદખેડામાં રહેતી મહિલા પીએસઆઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અત્યારસુધીમાં આઠ પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પોલીસે આ તમામ પોલીસોના કુટુંબીજનો અને સહકર્મીઓને ક્વોરન્ટાઈન કર્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ
 
અમદાવાદ: મહિલા PSI સહિત 8 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાઈરસની ઝપેટમાં આવનારા પોલીસ કર્મચારીઓનો આક વધતો જાય છે. ચાંદખેડામાં રહેતી મહિલા પીએસઆઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અત્યારસુધીમાં આઠ પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પોલીસે આ તમામ પોલીસોના કુટુંબીજનો અને સહકર્મીઓને ક્વોરન્ટાઈન કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ ઠેકાણે ફરજ બજાવતા આઠ પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવી આવ્યો છે. ચાંદખેડામાં રહેતા મહિલા પીએસઆઈનો રિપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આ મહિલા પીએસઆઈ કાલુપુરમાં માતાની પોળ પાસે જ્યાં ક્લસ્ટર ક્વોરનાટાઈન કરવામાં આવ્યો છે ત્યાં ફરજ બજાવતા હતા.

જેને પગલે તેમની સાથે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓતથા તેમના પરિવાર મળીને ૬૦ જણાને હોમ ક્વોરન્ટાઈન કરીને મેડિકલ તપાસ ચાલી રહી છે. તે સિવાય ક્લસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પીપીઈ સુટ આપવામાં આવ્યો છે. અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સમજાવવામાં આવ્યું છે.