અમદાવાદઃ દૂધની ડેરીથી ફેલાયો કોરોના વાયરસ, અનેક લોકો શિકાર બન્યા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમના વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા ગોપાલનગરના વિવિધ વિભાગોમાં ગઇકાલે એક સાથે 14 કેસો સામે આવ્યાં હતાં. તો આજે આ મામલે ખુલાસો થયો છે કે આ વિસ્તારમાં આવેલી એક દૂધની ડેરીથી કોરોના ફેલાયો છે. આજે ક્રિષ્ના દૂધની ડેરીનાં
 
અમદાવાદઃ દૂધની ડેરીથી ફેલાયો કોરોના વાયરસ, અનેક લોકો શિકાર બન્યા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમના વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા ગોપાલનગરના વિવિધ વિભાગોમાં ગઇકાલે એક સાથે 14 કેસો સામે આવ્યાં હતાં. તો આજે આ મામલે ખુલાસો થયો છે કે આ વિસ્તારમાં આવેલી એક દૂધની ડેરીથી કોરોના ફેલાયો છે. આજે ક્રિષ્ના દૂધની ડેરીનાં તમામ લોકોના કેસ કરાવવામાં આવ્યાં છે. તો આ વિસ્તારમાંથી પોઝિટિવ કેસોની સંખ્યા વધી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોપાલનગર વસાહતમાં આવેલી ક્રિષ્ણા ડેરીમાં આવતા હતા અને મોટેભાગે અહીંથી જ દૂધ લેતા હતાં. આજે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરની બહાર ન આવે. માહિતી એવી પણ મળી રહી છે કે, આ વિસ્તારને આજે ક્લસ્ટર ક્વૉરન્ટાઇન પણ જાહેર કરવામાં આવી શકે છે. આ અંગે હજી નિર્ણય લેવાયો નથી પરંતુ આવી વાત ચાલી રહી છે.

મહત્વનું છે કે, મ્યુનિ.એ ગોપાલનગરમાં વિવિધ કામ સાથે સંકળાયેલા લોકોના સેમ્પલ લીધા હતા જે પૈકી 14 કોરોના પોઝિટિવ આવ્યા છે. ગોપાલનગરના વિભાગ 1, 2, 4, 6 અને 7માં જુદા-જુદા કેસ નોંધાયા છે. ગોપાલનગરમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મોટા ભાગના યુવાનો છે. આ સાથે અસારવાની કડિયાની ચાલીમાં એક સાથે 19 કેસ આવ્યા છે જ્યારે અન્ય ચાલીઓ મળીને તો એકલા અસારવામાં 20થી વધુ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 27 એપ્રિલે કોરોનાના 197 કેસ સામે આવ્યા હતા જ્યારે પાંચના મોત થયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ દર્દી 2378 અને મૃત્યુઆંક 109 પર પહોંચ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 212 દર્દી સાજા થયા છે. કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે કુલ 2016 એક્ટિવ કેસ છે. જેમાંથી 1988ની હાલત સ્થિર છે. જ્યારે 28 દર્દી વેન્ટીલેટર પર છે. આજે 29 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે.