અમદાવાદ: કોરોનાનો પ્રથમ કેસ 35 દિવસે પણ સાજો નહિ થતાં કેન્દ્ર સરકારને જાણ કરાઈ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો જે પહેલો કેસ નોંધાયો હતો, તે દર્દી આજે 35 દિવસ બાદ પણ સારવાર હેઠળ છે. તમામ કેસોમાં આ ખાસ પ્રકારનો કેસ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
અમદાવાદ: કોરોનાનો પ્રથમ કેસ 35 દિવસે પણ સાજો નહિ થતાં કેન્દ્ર સરકારને જાણ કરાઈ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો જે પહેલો કેસ નોંધાયો હતો, તે દર્દી આજે 35 દિવસ બાદ પણ સારવાર હેઠળ છે. તમામ કેસોમાં આ ખાસ પ્રકારનો કેસ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના આ ખતરનાક કેસ અંગે ભારત સરકારને પણ જાણ કરવામાં આવી છે. કમિશ્નર નહેરાએ ફરી એક વખત લોકોને લોકડાઉનનું કડક પાલન કરવાની સલાહ આપી છે. વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના કરતા નાગરિકો નિયમોનું પાલન નથી કરતા તે વધુ પડકારજનક છે. આ કેસ પરથી જાણી શકાય, કોરોના કેટલો ખતરનાક છે.

વધુમાં તેમણે કહ્યું કે, મધ્ય ઝોનમાં નાગરિકો કોરોનાની ગંભીરતાને સમજ્યા વગર લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આથી લોકોને સમજાવવા એ અમારા માટે મોટો પડકાર છે. વિજય નહેરાએ કહ્યું કે, અમદાવાદમાં સતત વધી રહેલા કેસો વચ્ચે પ્રોએક્ટિવ સર્વેલન્સનું તંત્રને ખુબ સારું પરિણામ મળ્યું છે.