આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. તેમને આજે સવારે લગભગ 11 વાગ્યે અમદાવાદની એસપીજી હોસ્પિટલમાંથી રજા અપાશે. તેમનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે. ઈમરાન ખેડાવાલા અમદાવાદમાં ખાડિયા-જમાલપુર બેઠકના ધારાસભ્ય છે, તેમને 14 એપ્રિલે મોડી સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પરંતુ થોડા દિવસ પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તો ગઈકાલે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેથી તેમને આજે રજા અપાશે. તેમના પરિવારને પાંચ સભ્યોને પણ ચેપ લાગતાં તેઓ પણ સારવાર હેઠળ છે. ઈમરાન ખેડાવાલાએ પોતાને મળતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code