અમદાવાદ: ક્રાઇમ બ્રાંચના મહિલા ACPનો રિપોર્ટ પોઝિટિવ, પોલીસબેડામાં ખળભળાટ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ જોવામ મળી રહ્યો છે. જો કે રાજ્યમાં કોરોના યોદ્ધાઓમાં પોઝિટિવ રિપોર્ટ આવતાં ચિંતાનું કારણ જોવા મળી રહ્યું છે. રાજ્યના પોલીસ, ડોકટર તેમજ મેડિકલ કર્મીઓમાં કોરોના પોઝિટિવ જોવા મળતા ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાંચના મહિલા ACP માં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
 
અમદાવાદ: ક્રાઇમ બ્રાંચના મહિલા ACPનો રિપોર્ટ પોઝિટિવ, પોલીસબેડામાં ખળભળાટ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ જોવામ મળી રહ્યો છે. જો કે રાજ્યમાં કોરોના યોદ્ધાઓમાં પોઝિટિવ રિપોર્ટ આવતાં ચિંતાનું કારણ જોવા મળી રહ્યું છે. રાજ્યના પોલીસ, ડોકટર તેમજ મેડિકલ કર્મીઓમાં કોરોના પોઝિટિવ જોવા મળતા ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાંચના મહિલા ACP માં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાંચના અધિકારીમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના ક્રાઇમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફ હાલ SVP હોસ્પિટલમં સારવાર હેઠળ છે. જો કે ક્રાઇમ બ્રાંચની મહિલા ACP અધિકારીમાં કોરોના પોઝિટિવ આવતાં પોલીસ વિભાગની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ અગાઉ ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ બાદ મહિલા પોલીસ ACP નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયેલો જોવા મળ્યો છે. પોલીસ અધિકારીઓમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં જોવા મળી રહેલો વધારો એક ચિંતાનો વિષય છે.

ઉલ્લેખનીય છે, ગઇકાલે અમદાવાદમાં RAF જવાનોમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. આમ ફાયર અને પોલીસકર્મી બાદ RAF ના જવાનમાં કોરોના સંક્રમણ જોવા મળ્યાં હતા. 48 વર્ષિયી RAF જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આ સાથે RAF જવાનના સંપર્કમાં આવેલા તામામને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.