અમદાવાદ: કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય અને સંજીવની રથ ફરશે

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે શહેરમાં 40 મોબાઇલ મેડિકલ વાન શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી અને આરોગ્ય તપાસમાં કામગીરી હાથ ધરાશે. મેયર બિજલ પટેલ ( તરફથી આજે આ રથોને લીલીઝંડી આપવામાં આવી હતી. મેયર બિજલ પટેલે કહ્યું હતું કે, શહેરમાં હાલ
 
અમદાવાદ: કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય અને સંજીવની રથ ફરશે

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે શહેરમાં 40 મોબાઇલ મેડિકલ વાન શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી અને આરોગ્ય તપાસમાં કામગીરી હાથ ધરાશે. મેયર બિજલ પટેલ ( તરફથી આજે આ રથોને લીલીઝંડી આપવામાં આવી હતી. મેયર બિજલ પટેલે કહ્યું હતું કે, શહેરમાં હાલ કોવિડ-19 પરિસ્થિતિ ધ્યાનમાં લેતા એએમસી અને રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રજાજનોને સુધી પ્રાથમિક તબીબી સારવાર મળી રહે તે હેતુથી શહેરમાં ધનવન્તરી મોબાઇલ મેડિકલ વાન અને સંજીવની રથ શરૂ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ: કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય અને સંજીવની રથ ફરશે

અમદાવાદમાં 20 ધનવન્તરી મોબાઇલ મેડિકલ વાન અને 20 સંજીવની રથ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરાશે. દરેક રથ ચાર જગ્યા પર બે-બે કલાક ઊભા રહી કામગીરી કરશે. શહેરમાં આ 40 રથ દ્વારા 160 સ્થળને આવરી લેવાશે. મેયર બિજલ પટેલ કહ્યું હતું કે, સદર વાનમાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેક, ફાર્માસીસ્ટ અન્ય એક પેરા મેડિકલ સ્ટાફ તથા ડ્રાઇવર હાજર રહેશે. આશા વર્કર અને આંગણવાડીની બહેન દ્વારા કોવિડ-19 વિસ્તારમાં શંકાસ્પદ લક્ષણો જણાતા વ્યક્તિઓને શોધી રથમાં લાવામાં આવશે. વ્યક્તિને વધુ સારવાર માટે જરૂર લાગશે તો હૉસ્પિટલ ખસેડવામાં આશે. આ સેવામાં પ્રાઇવેટ હૉસ્પિટલના ડૉક્ટર પણ જોડાઇ શકશે.

AMC દ્વારા જ નિયમ પાલન નહીં

નોંધનીય છે કે, એક તરફ લૉકડાઉનના પગલે તમામ સરકારી અને જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ છે ત્યારે આજે રેડ ઝોન વિસ્તારમાં જ મેડિકલ રથના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં મેયર સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મેયરે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, માત્ર વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. લોકોના હિત માટે અને આરોગ્ય સેવા માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સત્તાપક્ષમાંથી માત્ર હું અને અધિકારીઓમાંથી માત્ર એક ડેપ્યુટી કમિશનર આવ્યા છે.”