આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ સાથે શિક્ષકોમાં ત્રણ કેસ પોઝિટિવ આવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકોએ સોંપાયેલી કામગીરી કરવાનો ઇન્કાર કર્યા બાદ હવે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોએ કામગીરીનો વિરોધ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શિક્ષકોએ માંગ કરી છે કે તેઓને લોકોના ઘરે ઘરે ફરીને જે ફોર્મ ભરાવવાની અને તેઓના આધાર કાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર મેળવવાની કામગીરી સોપવામાં આવી છે, તેનો અમે ઇન્કાર કરીએ છીએ. અમને સરકારી કામગીરીનો કોઈ વિરોધ નથી પરંતુ પહેલા જે રીતે વાજબી ભાવની દુકાનો પર બેસી ફોર્મ ભરાવવાની કામગીરી સોંપાઈ હતી તે સોંપવામાં આવે. શિક્ષકો વાજબી ભાવની દુકાનો પર સેફ્ટી કીટ સાથે બેસી કામગીરી કરવા તૈયાર છે.

એડિશનલ કલેક્ટર અને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણ અમદાવાદના આદેશ અનુસાર નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લૉકડાઉન જાહેર કરાયું છે, એ લૉકડાઉનના કારણે ગરીબ અને શ્રમજીવી તેમજ રોજિંદી કામગીરી કરનાર મજૂર વર્ગની હાલત ખરાબ છે. આથી મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ 1 હજાર જમા કરાવવાની યોજનાને લઈ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code