આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસ કોવિડ-19ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના વ્યાપક હિતમાં ગુજરાત સરકાર દ્વારા કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા છે. છે. આ મુજબ, શાળાઓ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન એક પણ રૂપિયાનો ફી વધારો કરી શકશે નહિ આ ઉપરાંત વાલીઓ ત્રિમાસિક ફી ભરવાની જગ્યાએ માસિક ફી પણ ભરી શકશે તેવી છૂટ આપવાનો નિર્ણય પણ કર્યો છે. આવામાં અમદાવાદની DPS બોપલ સ્કૂલ દ્વારા વર્ષ 2020 – 21 ની આડકતરી રીતે ફી માગવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના બોપલમાં આવેલી DPS સ્કૂલ દ્વારા ધોરણ 11 ના વર્ગ વિભાજન કરવાના નામે ફી ઉઘરાવવાનો પ્રયાસ કરાયો છે. DPS બોપલ સ્કૂલ તરફથી વાલીઓને ઓનલાઈન ફી ભરવા માટેની લિંક ઇમેઇલ કરાઈ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓના પ્રિ-બોર્ડ એક્ઝામિનેશનના પરિણામના આધારે પ્રોવિઝનલ પ્રવેશ ફાળવી વાલીઓને ફી ભરવા લિંક મોકલાઈ છે. પેમેન્ટ લિંકના માધ્યમથી વાલીઓને ધોરણ 11 માટે પ્રોવિઝનલ એડમિશન સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે. CBSE બોર્ડ તરફથી હજુ ધોરણ 10નું પરિણામ જાહેર થયું નથી. આવામાં પ્રોવિઝનલ પ્રવેશ માટે વાલીઓ પાસેથી ફી માંગવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને ધોરણ 11ના વર્ગમાં આર્ટ્સ પ્રવાહમાં પ્રવેશ લઈ 20 તારીખથી શરૂ થતાં ઓનલાઈન વર્ગમાં ભાગ લેવા જણાવ્યું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બોપલની DPS સ્કૂલમાં અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરે છે. હાલ પ્રોવિઝનલ પ્રવેશ ધોરણ 11માં લેવા ઇમેઇલ સ્કૂલે કર્યો છે ત્યારે જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10માં નાપાસ થાય તો શું એ સૌથી મોટો સવાલ છે. રાજ્ય સરકારે 3 દિવસ અગાઉ વાલીઓ પાસેથી ફી માગવી નહીં તેવો નિર્દેશ કર્યો હતો. આવામાં DPS બોપલ દ્વારા પ્રોવિઝનલ પ્રવેશ અને ફી માટેની લિંક વાલીઓને ઇમેઇલ કરવામાં આવી તે બાબતે શિક્ષણ વિભાગ શું પગલા લે છે તે જોવું રહ્યું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code