અમદાવાદઃ વિકાસને નામે વૃક્ષો કાપવા સાવ સરળ, 5 વર્ષમાં 18,630 વૃક્ષોનું છેદન

અટલ સમાચાર, ડેસ્ક મુંબઈમાં હાલ ઝાડ બચાવવા માટે જાહેર જનતા મેદાને પડી છે. ત્યારે ગુજરાતમાં ઝાડ કાપવાએ તો સાવ સહજ વાત થઈ પડી છે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 18,630 ઝાડને નેસ્તેનાબૂત કરી દેવાયા છે અને તેમ છતાંય કોઈ ઉંહકારો પણ નથી એટલુ જ નહીં પરંતુ તંત્ર અને શહેરીજનો બંને જણ આ મુદ્દે કંઈ ઉદાસિનતા સેવી
 
અમદાવાદઃ વિકાસને નામે વૃક્ષો કાપવા સાવ સરળ, 5 વર્ષમાં 18,630 વૃક્ષોનું છેદન

અટલ સમાચાર, ડેસ્ક

મુંબઈમાં હાલ ઝાડ બચાવવા માટે જાહેર જનતા મેદાને પડી છે. ત્યારે ગુજરાતમાં ઝાડ કાપવાએ તો સાવ સહજ વાત થઈ પડી છે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં 18,630 ઝાડને નેસ્તેનાબૂત કરી દેવાયા છે અને તેમ છતાંય કોઈ ઉંહકારો પણ નથી એટલુ જ નહીં પરંતુ તંત્ર અને શહેરીજનો બંને જણ આ મુદ્દે કંઈ ઉદાસિનતા સેવી રહ્યા છે.

કયા કામ માટે કપાયા વૃક્ષો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4,200 વૃક્ષ કપાયા હતા જ્યારે મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે 1,721, બિલ્ડરોને મંજૂરીથી 5,000, મંજૂરી વગર 5,000, ઈન્કમટેક્ષ-અંજલી બ્રિજ 209, ચોમાસામાં ઉખડી ગયેલ 2,500 વૃક્ષનું કાસળ કાઢી નાંખવામાં આવ્યુ છે. કુલ 18,630 વૃક્ષોનો યેનકેન પ્રકારેણ નાશ કરવામાં આવ્યો છે.

પરવાનગી વિના ઝાડ કાપવું એ ગુનો બને છે. વૃક્ષો કાપવા વન વિભાગ કે બાગ બગીચા વિભાગની મંજુરી લેવી ફરજીયાત છે. અને પ્રત્યેક ઝાડ દીઠ એક હજારના દંડની છે જોગવાઈ પણ છે. પરંતુ ઘણી જગ્યાએ તંત્ર અને શહેરીજનો બંને આંખ આડા કાન કરતા જોવા મળે છે.