અમદાવાદઃ નકલી પોલીસે વેપારીને કહ્યુ તમે નશામાં છો એમ કહી 40 હજાર પડાવ્યાં

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. એક વેપારી જઈ રહ્યાં હતા ત્યારે ચારેક શખસોએ આવીને પોતે પોલીસ હોવાનું કહી આ વેપારીએ ગાંજો કે દારૂ પીધા હોવાનું કહી સાહેબ પાસે લઈ જવાની ધમકી આપી હતી. વેપારી સાથે આ દરમિયાનમાં 40 હજાર રૂપિયાની મતા પડાવી લેતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અટલ સમાચાર
 
અમદાવાદઃ નકલી પોલીસે વેપારીને કહ્યુ તમે નશામાં છો એમ કહી 40 હજાર પડાવ્યાં

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. એક વેપારી જઈ રહ્યાં હતા ત્યારે ચારેક શખસોએ આવીને પોતે પોલીસ હોવાનું કહી આ વેપારીએ ગાંજો કે દારૂ પીધા હોવાનું કહી સાહેબ પાસે લઈ જવાની ધમકી આપી હતી. વેપારી સાથે આ દરમિયાનમાં 40 હજાર રૂપિયાની મતા પડાવી લેતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મૂળ બનાસકાંઠાનાં સુરેશ ભાઈ શાહ નરોડા ખાતે રહે છે અને ઓટો પાર્ટ્સની દુકાનમાં નોકરી કરે છે. તેઓ રાત્રે નરોડા પાટિયા પાસે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી જતા હતા ત્યારે બે બાઈક પર ત્રણ લોકો આવ્યા હતા. સુરેશભાઈને રોકીને કહ્યું કે, તેમને દારૂ કે ગાંજો પીધો છે. પણ સુરેશભાઈએ એવો કોઈ નશો કર્યો ન હતો. આ પોલીસની ઓળખ આપનાર શખસોએ સાહેબ બાપુનગર છે તેમની પાસે લઈ જવા પડશે તેમ કહી સુરેશભાઈને લઈ જતા હતા.

મળતી માહિતી મુજબ, રસ્તામાં સુરેશભાઈએ સેટિંગ કરવાનું કહેતા પોતાની પાસે 20 હજાર હોવાનું કહ્યું હતું. પણ આ નકલી પોલીસે વધુ માંગણી કરતા 20 હજાર અને એક વીંટી મળી 40 હજારની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ શખસો પોલીસ નહિં હોવાનું માલુમ થતા સુરેશભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.