અમદાવાદઃ સેન્ટ્રલ જેલમાં વધુ પાંચ કેદી કોરોના સંક્રમિત થતા ખળભળાટ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસનું સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં થઇ રહ્યું છે. આ સાથે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ કોરોનાનો કહેર પ્રસરી રહ્યો છે. સાબરમતી જેલમાં પહેલા બે કેસ પોઝિટિવ હતા જ્યારે મળતી માહિતી પ્રમાણે, કોરોનાના અન્ય પાંચ કેસ વધતા કુલ આંકડો સાત પર પહોંચી ગયો છે. હાલ તમામ દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં
 
અમદાવાદઃ સેન્ટ્રલ જેલમાં વધુ પાંચ કેદી કોરોના સંક્રમિત થતા ખળભળાટ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનું સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં થઇ રહ્યું છે. આ સાથે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ કોરોનાનો કહેર પ્રસરી રહ્યો છે. સાબરમતી જેલમાં પહેલા બે કેસ પોઝિટિવ હતા જ્યારે મળતી માહિતી પ્રમાણે, કોરોનાના અન્ય પાંચ કેસ વધતા કુલ આંકડો સાત પર પહોંચી ગયો છે. હાલ તમામ દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે, સાબરમતી જેલમાં આવેલા પાંચ પોઝિટિવ કેસમાંથી ચાર કેદીના કોરોના ટેસ્ટમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. આ ચાર કેદીઓના કોવિડ 19 રેપિડ ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ ગાયકવાડ હવેલી પોલીસે જેલમાં જમા કરાવ્યા. જે બાદ શંકા જતા આ ચાર કેદીના ફરી રેગ્યુલર ટેસ્ટ કરાવ્યા. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો જેલ અધિકારીઓએ આ બાબતે સતર્કતા ના દાખવી હોત તો સાબરમતી જેલના 2600 કેદીઓ અને જેલ અધિકારીઓ અને પોલીસ કર્મીઓમાં પણ સંક્રમણ ફેલાઇ શકત.

નોંધનીય છે કે, સાબરમતી જેલના પહેલા બે કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બન્ને કેદીઓ વિશે મળતી માહિતી પ્રમાણે, બન્ને કેદીઓ કાચા – પાકા કામના કેદીઓ છે. બંને કેદી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આ