અમદાવાદ: કોરોનાને પગલે શહેરનું સૌથી મોટું શાકભાજી માર્કેટ થશે બંધ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને પગલે ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. તેમાંય સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ હેરિટેજ સીટી અમદાવાદની થઈ છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદનું 24 કલાક ધમધમતું સૌથી મોટુ શાકમાર્કેટ હવે બે દિવસ માટે બંધ કરીને શહેરની નજીક આવેલા જેતલપુર ખસેડવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદના એપીએમસી જમાલપુર
 
અમદાવાદ: કોરોનાને પગલે શહેરનું સૌથી મોટું શાકભાજી માર્કેટ થશે બંધ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને પગલે ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. તેમાંય સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ હેરિટેજ સીટી અમદાવાદની થઈ છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદનું 24 કલાક ધમધમતું સૌથી મોટુ શાકમાર્કેટ હવે બે દિવસ માટે બંધ કરીને શહેરની નજીક આવેલા જેતલપુર ખસેડવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદના એપીએમસી જમાલપુર માર્કેટમાં ગુજરાત તેમ અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં શાકભાજીની ટ્રકો રોજેરોજ ઠલવાતી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જમાલપુરમાં રહેતી ભીડને ઓછી કરવા અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ એપીએમસીએ મોટો નિર્ણય કરાતા હવે તેને જમાલપુરના બદલે ખેડૂતોએ શાકભાજી વેચવા માટે જેતલપુર જવું પડશે. જેતલપુર અનાજ માર્કેટને શાકભાજી યાર્ડ બનાવવામાં આવશે. આથી તમામ વેપારીઓએ અને ખેડૂતોને જાણ કરી દેવામાં આવી છે. સોમવારથી ત્યાં તમામ કાર્ય ચાલુ થઈ જશે.

એપીએમસી સેક્રેટરી દિપક પટેલે કહ્યું હતું કે, દરરોજ 13થી 18 હજાર ક્વિન્ટલથી વધુ શાકભાજી જમાલપુર માર્કેટમાં વેચાણ થાય છે. હાલ આ જગ્યા નાની પડી રહી છે. અમદાવાદમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બન્યું છે ત્યારે આ માર્કેટ ખેસડવું જરૃરી હતું. કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા જ માર્કેટ જમાલપુર પરત લાવવામાં આવશે. જમાલપુર માર્કેટ શનિવારના રોજ બંધ રહેશે. હાલ જમાલપુર માર્કેટમાં 5 હજાર લોકોનું આવાં જાવન 500 થી ૭૦૦ વાહનોની અવર જવર રહે છે.