અમદાવાદઃ આ કારણથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેશરે પત્ની સાથે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જેમાં મરણ જનાર વૃદ્ધ યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને તેઓની પત્ની અંજના વ્યાસ જે છે તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા અને યોગેન્દ્ર વ્યાસ પણ પોતે કિડનીની બીમારીથી પીડાતા હોવાનું
 
અમદાવાદઃ આ કારણથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેશરે પત્ની સાથે આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જેમાં મરણ જનાર વૃદ્ધ યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને તેઓની પત્ની અંજના વ્યાસ જે છે તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા અને યોગેન્દ્ર વ્યાસ પણ પોતે કિડનીની બીમારીથી પીડાતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધ દંપતિએ આપઘાત કર્યો છે. પ્રાપ્ત થયેલ વિગત મુજબ મૃતક યોગેન્દ્ર વ્યાસ છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને તેમના પત્ની અંજના વ્યાસ પણ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. બન્ને વૃદ્ધ પતિ પત્નીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ બીમારીથી કંટાળી ગયેલા હતા અને ઘણી બધી દવાઓ કરી ઘણા બધા યોગ પણ કર્યા તે છતાંય તેમની શારીરિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી જેથી આખરે કંટાળીને તેઓ મોતને વ્હાલું કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્રંયું હતું કે, ઘણા સમયથી બન્ને વૃદ્ધ દંપતી બીમારીથી પીડાતા હતા, થોડા સમય પહેલા એક સર્જરી પણ કરવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ સેટેલાઈટ પોલીસે તમામ જરૂરી પુરાવા એકત્ર કરીને સુસાઈડ નોટને પણ કબ્જે લીધી છે ત્યારે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.