અમદાવાદ: વતન જવાની રાહ-કાળઝાળ ગરમીમાં પરપ્રાંતિય શ્રમિકો બેસી રહ્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને લઇ પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા નિકળ્યા છે. આ તરફ તંત્ર દ્રારા તમામને બસમાં રેલ્વે સ્ટેશન સુધી અને ત્યાર બાદ સ્ટેશનથી ટ્રેનમાં તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. આ તરફ આજે બપોરની કાળઝાળ ગરમીમાં પણ શ્રમિકો રસ્તા પણ તાપમાં બેસેલા જોવા મળ્યા હતા. શહેરના મેમ્કોના વીર સાવરકર કોમ્પલેક્સ ખાતે 1600 પરપ્રાંતિયો
 
અમદાવાદ: વતન જવાની રાહ-કાળઝાળ ગરમીમાં પરપ્રાંતિય શ્રમિકો બેસી રહ્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઇ પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા નિકળ્યા છે. આ તરફ તંત્ર દ્રારા તમામને બસમાં રેલ્વે સ્ટેશન સુધી અને ત્યાર બાદ સ્ટેશનથી ટ્રેનમાં તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. આ તરફ આજે બપોરની કાળઝાળ ગરમીમાં પણ શ્રમિકો રસ્તા પણ તાપમાં બેસેલા જોવા મળ્યા હતા. શહેરના મેમ્કોના વીર સાવરકર કોમ્પલેક્સ ખાતે 1600 પરપ્રાંતિયો ઉત્તર પ્રદેશ જવા અને રખિયાલ ખાતે 1600 પરપ્રાંતિયો બિહાર જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે બંને જગ્યાએ તેમની વતન વાપસી માટે સમય સાથેની જંગ આકરી બની હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ તેઓ પોતાના નંબર(વારા)ની રાહ જોઈને ચાતક પક્ષીની માફક બેઠા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ: વતન જવાની રાહ-કાળઝાળ ગરમીમાં પરપ્રાંતિય શ્રમિકો બેસી રહ્યા

અમદાવાદના રખિયાલમાં પરપ્રાંતિયોએ તડકાથી બચવાનો રસ્તો શોધી લીધો હતો અને રોડની બંને કિનારીઓ પાસે થેલોઓ મૂકી તડકાથી છૂટકારો મેળવ્યો હતોય તેમની વતન વાપસી માટે કોઈ સજ્જન તેમના મસીહા બન્યા હતા. આજે ઉત્તરપ્રદેશના ગોરખપુર માટે બે ટ્રેન રવાના થવાની છે તેમાં એક ટ્રેન 4 વાગ્યે અને બીજી 6 વાગ્યે થશે. ત્યારે વિવિધ પ્રક્રિયાઓ તંત્ર પૂર્ણ કરવા માટે તેમને બસોમાં બેસાડીને રેલવે સ્ટેશન લઈ જશે બાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તેમને ટ્રેનમાં બેસાડીને વતન રવાના કરાશે.