આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સરદારધામ મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની આજથી શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે સમિટનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસની આ સમિટમાં અનેક ઊદ્યોગકારો ભાગ લેશે. આ દરમિયાન સરદાર પટેલની 50 ફૂટ ઊંચી કાસ્ય પ્રતિમાનું સીએમ રૂપાણીને હસ્તે અનાવરણ કરાયું. અઢી કરોડના ખર્ચે સરદાર પટેલની આ પ્રતિમા તૈયાર કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સરદારની આ પ્રતિમા સૌથી ઊંચી છે. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, મનસુખ માંડવિયા પણ હાજર રહ્યાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સરદારધામ વૈષ્ણવદેવી સર્કલ પાસે આજથી ગ્લોબલ પાચટીદાર બિઝનેસ સમિટી 2020નો પ્રારંભ થયો છે. આ સમિટ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી યોજાઈ છે. સમિટના પહેલા દિવસે સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું સરદારધામ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અનાવરણ કરાયું. દાન આપનારા રણછોડભાઈ પટેલ સહિત અન્ય હસ્તીઓ પણ આ દરમિયાન હાજર રહી.

આ પ્રસંગે સીએમએ કહ્યું કે આપણા માટે આ ગૌરવનો દિવસ છે. સરદાર ધામની ભવ્ય ઈમારત બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી બીજી પ્રતિમા બનાવવામાં આવી છે. ગગન સુતરિયા અને સરદારધામની ટીમને લાખ લાખ અભિનંદન. એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બને તેવા પ્રયત્નો કરીએ. મૂર્તિકાર અનિલ રામ સુથારે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 17 ટન કાસ્યની પ્રતિમા બનાવી છે. સરદાર ધામની આ મૂર્તિને પણ લોકોએ ખુબ વખાણી છે. આ અંગે દાન આપનારા રણછોડભાઈ પટેલે કહ્યું કે સારા વિચારોથી કામ આગળ વધી રહ્યું છે તેનો આનંદ છે. સમાજના હિત અને એક્તાનું પ્રતિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code