અમદાવાદઃ હાય રે મોંઘવારી LPG ગેસમાં 145 રૂપિયાનો ભાવ વધારો થયો

અટલ સમાચાર, ડેસ્ક દેશની સૌથી મોટી ઑઇલ માર્કેીટંગ કંપની ઇન્ડેનએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ પર જાહેર થયેલા ભાવ મુજબ, સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 150 રૂપિયાનો વધારો થયો છે. તમામ મહાનગરોમાં સબસિડી વગરના 14 કિલોના રાંણસ ગેસ સિલિન્ડરના ભાવમાં 144.50 રૂપિયાથી 149 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો
 
અમદાવાદઃ હાય રે મોંઘવારી LPG ગેસમાં 145 રૂપિયાનો ભાવ વધારો થયો

અટલ સમાચાર, ડેસ્ક

દેશની સૌથી મોટી ઑઇલ માર્કેીટંગ કંપની ઇન્ડેનએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ પર જાહેર થયેલા ભાવ મુજબ, સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 150 રૂપિયાનો વધારો થયો છે. તમામ મહાનગરોમાં સબસિડી વગરના 14 કિલોના રાંણસ ગેસ સિલિન્ડરના ભાવમાં 144.50 રૂપિયાથી 149 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જે 12 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયો છે. 1 જાન્યુઆરી 2020ના રોજ રાંધણ ગેસના ભાવ વધારવામાં આવ્યા હતા. દર મહિને સબસિડી અને માર્કેટ રેટમાં ફેરફાર થાય છે પરંતુ ફેબ્રુઆરીના શરૂઆતમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે રાંધણ ગેસના કુલ 27.6 કરોડથી વધુ વપરાશકર્તા છે. તેમાંથી લગભગ બે કરોડને સબસિડી નથી મળતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં ઇન્ડેન સબ્સિડી વગરના ભાવ 11 ફેબ્રુઆરી સુધી 707 રૂપિયા હતો જે વધીને 12 ફેબ્રુઆરીએ 852 રૂપિયા થયો છે. આમ, અમદાવાદમાં રાંધણ ગેસ વપરાશકર્તાઓના માટે 145 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે.

દેશના ચાર મહાનગરોમાં રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ IOCની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં હવે 14 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડર 858.50 રૂપિયામાં મળશે. દિલ્હીમાં 144.50 રૂપિયા ભાવ વધારવામાં આવ્યો છે. બીજી તરફ, કોલકાતાના ગ્રાહકોને 149 રૂપિયા વધુ ચૂકવીને 896.00 રૂપિયા ભાવે સિલિન્ડર મળશે. મુંબઈમાં 145 રૂપિયાના વધારાની સાથે નવો ભાવ 829.50 રૂપિયા થઈ ગયો છે.