અમદાવાદ: લોકડાઉનમાં જૂનાગઢની કેસર કેરીની થશે હોમ ડિલિવરી

અટલ સમાચાર,ડેસ્ક એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો પરંતુ જે કેરીઓ બજારમાં આવવી જોઇએ તેવી હજી આવી નથી. લૉકડાઉનનાં કારણે કેરીઓનાં રસિયાઓને નિરાશ થવાની જરૂર નથી. રાજ્ય સરકારે અમદાવાદ અને ગાંધીનગરમાં 3 મેથી જૂનાગઢની કેસર કેરી ઘરે બેઠા પહોંચાડવાની મંજૂરી આપી દીધી છે. જેથી આ વખતે ઉનાળામાં કેસર કેરી ખાવા મળશે કે નહીં તે આંશંકા દૂર
 
અમદાવાદ: લોકડાઉનમાં જૂનાગઢની કેસર કેરીની થશે હોમ ડિલિવરી

અટલ સમાચાર,ડેસ્ક

એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો પરંતુ જે કેરીઓ બજારમાં આવવી જોઇએ તેવી હજી આવી નથી. લૉકડાઉનનાં કારણે કેરીઓનાં રસિયાઓને નિરાશ થવાની જરૂર નથી. રાજ્ય સરકારે અમદાવાદ અને ગાંધીનગરમાં 3 મેથી જૂનાગઢની કેસર કેરી ઘરે બેઠા પહોંચાડવાની મંજૂરી આપી દીધી છે. જેથી આ વખતે ઉનાળામાં કેસર કેરી ખાવા મળશે કે નહીં તે આંશંકા દૂર થઇ ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વર્ષ 2009થી ઉનાળામાં અમદાવાદ-ગાંધીનગરમાં કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા પ્રસારને જોતા આ શક્ય લાગતું નથી. જેના કારણે રાજ્ય સરકારે જૂનાગઢ કેસર કેરીનાં ઉત્પાદકોને 3 મેથી અમદાવાદ અને ગાંધીનગરમાં હોમ ડિલિવરી કરવાની મંજૂરી મળી ગઇ છે. આ હોમ ડિલિવરી માટે તેમણે કોરોના વાયરસની તમામ માર્ગદશિકાનું પાલન કરવાનું રહેશે.

આ હોમ ડિલિવરી સપ્તાહમાં માત્ર બે દિવસ કરાશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહયોગથી જૂનાગઢના ખેડૂતો આશરે 11 વર્ષથી અમદાવાદમાં કેરીનું સીધું વેચાણ કરી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં જેને પણ હોમ ડિલિવરી જોઇતી હોય તેમનો જૂનાગઢની કેસર કેરીનો ઓર્ડર વોટ્સએપ-ફેસબૂક દ્વારા લેવામાં આવશે. કોરોના વાયરસની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે તેવી બાહેંધરી મળ્યા બાદ જ અમદાવાદ કલેક્ટર દ્વારા કેસર કેરીની હોમ ડિલિવરી માટે મંજૂરી અપાશે.