અમદાવાદ: પતિએ પૈસા પરત ન આપતા વ્યાજખોરે કરી બિભત્સ માંગણી

અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદમાં એક પરિવાર વ્યાજના ચક્કરમાં ફસાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પૈસા આપનાર વ્યક્તિએ પૈસા વ્યાજે લેનાર વ્યક્તિની પત્ની પાસે બીભત્સ માગણી કરી હતી. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. આ મામલે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. ઓઢવ વિસ્તારના એક વ્યક્તિએ જયેશ ચાવડા નામના
 
અમદાવાદ: પતિએ પૈસા પરત ન આપતા વ્યાજખોરે કરી બિભત્સ માંગણી

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદમાં એક પરિવાર વ્યાજના ચક્કરમાં ફસાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પૈસા આપનાર વ્યક્તિએ પૈસા વ્યાજે લેનાર વ્યક્તિની પત્ની પાસે બીભત્સ માગણી કરી હતી. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. આ મામલે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: પતિએ પૈસા પરત ન આપતા વ્યાજખોરે કરી બિભત્સ માંગણી
advertise

ઓઢવ વિસ્તારના એક વ્યક્તિએ જયેશ ચાવડા નામના વ્યક્તિ પાસેથી એક લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. જયેશ ચાવડા પર આક્ષેપ છે કે તે મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને મહિલાના પતિ વિશે પૂછપરછ કરી હતી. મહિલાનો પતિ આ સમયે ઘરે હાજર ન હતો. જયેશ ચાવડાએ મહિલાને કહ્યું હતું કે, તારો પતિ મને પૈસા અને વ્યાજ આપતો નથી. આથી તું એક રાત માટે મારી સાથે આવી જા. આ સમયે મહિલાએ બૂમાબૂ કરતા આરોપી જયેશે ત્યાંથી ભાગી ગયો હતો.

અમદાવાદ: પતિએ પૈસા પરત ન આપતા વ્યાજખોરે કરી બિભત્સ માંગણી

આ કેસમાં બોગ બનનારી મહિલાનો પતિ પાસપોર્ટ અને વિઝા કાઢી આપવા માટે એજન્ટનું કામ કરતો હોવાનું માલુમ પડ્યું છે. થોડા દિવસ પહેલા તેણે જયેશ પાસેથી ધંધાના કામ માટે રૂ. એક લાખ ઉછીના લીધા હતા. આના બદલામાં તેણે સંયુક્ત માલિકીની જમીનની બનાવખત પણ કરાવી લીધો હતો. આ મામલે પીડિત મહિલાના પતિએ જ્યારે પરત લખાણ લખી આપવાનું કહ્યું ત્યારે આરોપીએ તેની પાસેથી રૂ. 10 લાખની માગણી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદ: પતિએ પૈસા પરત ન આપતા વ્યાજખોરે કરી બિભત્સ માંગણી

ભોગ બનનાર મહિલા અને તેના પતિનું કહેવું છે કે જયેશ ચાવડા તેને વારંવાર ધમકાવતો હતો. જમીન પરત આપવાની માંગણી કરતો હતો ત્યારે તેની પાસેથી ઉછીના લીધાના નાણાનું વધારે વ્યાજ માંગતો હતો. આ સમગ્ર મામલો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.