અમદાવાદઃ પત્નીનું મોત થતાં પતિએ ડૉક્ટર પર કર્યો ગોળીબાર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ડોક્ટર પર ઓઢવ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ડોક્ટરનાં ડાબા હાથના બાવડા પર ઈજા પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, ડોક્ટરે એક વર્ષ પહેલા આરોપીની પત્નીનું મઓપરેશન કરાવીને ડિલીવરી કરાવી હતી. જે બાદ તબિયત બગડતા પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. 47 વર્ષનાં
 
અમદાવાદઃ પત્નીનું મોત થતાં પતિએ ડૉક્ટર પર કર્યો ગોળીબાર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ડોક્ટર પર ઓઢવ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ડોક્ટરનાં ડાબા હાથના બાવડા પર ઈજા પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, ડોક્ટરે એક વર્ષ પહેલા આરોપીની પત્નીનું મઓપરેશન કરાવીને ડિલીવરી કરાવી હતી. જે બાદ તબિયત બગડતા પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

47 વર્ષનાં ડો. મુકેશભાઈ આર.પ્રજાપતિ વસ્ત્રાલમાં આલોક વિભાગ 3 બંગ્લોઝમાં રહે છે. ઓઢવના મહેશ્વરીનગર પાસે કૃષ્ણકુંજ શોપિંગ સેન્ટરમાં જનરલ હોસ્પિટલ ધરાવે છે. 21 ઓક્ટોબરનાં રોજ તે હોસ્પિટલમાં હાજર હતા. ત્યારે તેમના મિત્રએ તેમની પાસે બે લાખ રૂપિયા ઉછીનાં માંગ્યા હતા. તેથી ડોક્ટર સ્કુટર લઈને તેમનું પંજાબ નેશનલ બેન્કમાં પૈસા ઉપાડવા ગયા હતાં.

અમદાવાદઃ પત્નીનું મોત થતાં પતિએ ડૉક્ટર પર કર્યો ગોળીબાર
file photo

બીજીતરફ તેમના હાથમાં ઈજાને કારણે લોહી વહેવા લાગ્યું હતું. તેમણે તાત્કાલિક તેમના દીકરાને ત્યાં આવીને સારવાર અર્થે તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટરે એક્સ-રે કઢાવતા તેમના બાવડાના ભાગે ફ્રેકચર હોવાનું અને અંદર ગોળી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડોક્ટરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ડિલીવરી બાદ પત્નીની તબિયત લથડતા તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તે સમયે વિપુલ વ્યાસ અને પરિવારે ડૉક્ટર પર સારવારમાં બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો. આ દુર્ઘટનાને મનમાં રાખીને વિપુલ વ્યાસે ડોક્ટરને જાનથી મારી નાંખવાના ઈરાદે તેમની પર ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું.