આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વિરમગામ

નવરાત્રિમાં રાજય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અને ભા.જ.પ સંગઠન દ્વારા “નવદુર્ગા બાલિકા પૂજન” નું આયોજન ગુજરાતની આંગણવાડીઓમાં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિરમગામમાં આઇસીડીએસની ઓફીસમાં 37 આંગણવાડીઓની નાની બાળાઓનું પૂજન કરવામાંઆવ્યું હતું. અને આરતી કરવામાંઆવી હતી.

બાલીકાઓને નાસ્તો આપીને સામુહિક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ. તેજબેન પટેલ, વિરમગામ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રમોદભાઇ પટેલ, મહેશભાઈ પરમાર, સીડીપીઓ રતનબેન, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકરો સહીત મોટી સંખ્યામાં બાલીકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

DRDA MEHSANA ADd.jpeg
Advertise

વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજબેન પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રી ભ્રુણ હત્યા અટકે, દીકરા-દીકરીનો ભેદભાવ ઘટે, કુપોષણ દૂર થાય તે હેતુથી નવરાત્રીમાં જુદા જુદા માતાજીઓની પૂજાની સાથે સાક્ષાત જીવંત માતાજી બાલીકાઓની પૂજા કરવામાં આવી હતી. આપણે મહિલા ઓ ને માન સન્માન આપીએ અને પ્રોત્સાહન પૂરું પાડીએ. વિરમગામમાં આઇસીડીએસની ઓફીસમાં 37 આંગણવાડીઓની નાની બાળાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code