અમદાવાદ: લોકો સાથ આપે તો મે મહિનામાં જ કોરોના પર વિજય મેળવીશું: નેહરા

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની દિનપ્રતિદિન વધી રહેલી સંખ્યા વચ્ચે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ક્વૉરન્ટીન કરાયેલા 264 દર્દીઓને રજા આપવામાં આવી છે તો ગઈકાલે 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો લોકો સાથ આપશે તો અમદાવાદમાં કોરોના
 
અમદાવાદ: લોકો સાથ આપે તો મે મહિનામાં જ કોરોના પર વિજય મેળવીશું: નેહરા

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની દિનપ્રતિદિન વધી રહેલી સંખ્યા વચ્ચે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ક્વૉરન્ટીન કરાયેલા 264 દર્દીઓને રજા આપવામાં આવી છે તો ગઈકાલે 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો લોકો સાથ આપશે તો અમદાવાદમાં કોરોના વાયરસ પર પાલિકા તંત્ર મે મહિનામાં જ વિજય મેળવી લેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ એક પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું કે, ‘અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સારવાર માટે ત્રણ ખાનગી હોસ્પિટલોને ગઈકાલે મંજૂરી મળી. આ હોસ્પિટલમાં એચસીજી, સ્ટર્લિંગ અને નારાયણ હોસ્પિટલનો સમાવેશ થાય છે. હવે શહેરના એસજી હાઇવે પર આવેલી ત્રણ હોટેલને પણ ચાર્જેબલ કેર સેન્ટર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.