અમદાવાદ: બેંક કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા

અટલ સમાચાર, અમદાવાદ એડીસી બેંક માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને રૂ. 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. કોર્ટની કાર્યવાહી દમિયાન મેટ્રો કોર્ટના જજના સવાલ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમના
 
અમદાવાદ: બેંક કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા

અટલ સમાચાર, અમદાવાદ

એડીસી બેંક માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને રૂ. 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. કોર્ટની કાર્યવાહી દમિયાન મેટ્રો કોર્ટના જજના સવાલ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમના પર લાગેલા તમામ આરોપ ખોટા છે. આ કેસમાં વધુ સુનાવણી આગામી સાતમી સપ્ટેમ્બરના રોજ યોજાશે. તેમજ કોર્ટે રાહુલ ગાંધીને આગામી સુનાવણીમાં હાજર રહેવાની મુક્તિ આપી છે.

અમદાવાદ: બેંક કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા

કોર્ટરૂમમાં શું થયું?

લગભગ સાડા ત્રણ વાગ્યે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. રાહુલના આગમન સાથે કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો. જે બાદમાં સંખ્યા વધી જતાં કોર્ટરૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. જજે જ્યારે પૂછ્યું કે તમારા પર લાગેલા આરોપ સાચા છે ત્યારે રાહુલે જણાવ્યું હતું કે, “મુજ પર જો આરોપ લગાયે ગયે હે, ઉસમેં મેં બિલકુલ નિર્દોષ હું.”