ચકચાર@અમદાવાદ: 25 લાખની બોલાચાલીમાં માતાએ મિત્રો સાથે મળી કરી પુત્રની હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દસક્રોઇ તાલુકાનાં કણભામાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાની વાત સામે આવતા ચકચાર મચી ગઇ છે. રૂપિયાને લઈ બોલાચાલી થતા સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ પુત્રની લાશ નદીમાં ફેંકી દીધી હતી. સાવકી માતાએ 3 મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું
 
ચકચાર@અમદાવાદ: 25 લાખની બોલાચાલીમાં માતાએ મિત્રો સાથે મળી કરી પુત્રની હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દસક્રોઇ તાલુકાનાં કણભામાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાની વાત સામે આવતા ચકચાર મચી ગઇ છે. રૂપિયાને લઈ બોલાચાલી થતા સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ પુત્રની લાશ નદીમાં ફેંકી દીધી હતી. સાવકી માતાએ 3 મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહ કબજે કરી માતાને ઝડપી પાડી છે. જ્યારે હત્યામાં મદદ કરનાર માતાના મિત્રો ફરાર છે. ત્યારે પોલીસે આ ફરાર મિત્રોને શોધવાની કામગીરી શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ જીલ્લાના દસ્ક્રોઇ તાલુકાના કણભા ગામે માતા અને પુત્ર વચ્ચે રૂપિયાને લઈને બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ સાવકીએ માતાએ તેના ત્રણ મિત્રો સાથે પુત્રની જ હત્યાની યોજના બનાવી લીધી. 25 લાખ જેટલી મોટી રકમ માટે આ બોલાચાલી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસમાં બોલાચાલી બાદ આખો ખૂની ખેલ ખેલાયો હતો. સાવકી માતાએ હત્યા કરાવીને તેના પુત્રના મૃતદેહને નદીમાં ફેંકાવી દીધો હતો. જેથી કોઈને પણ આ હત્યા અંગે જાણ ન થાય.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર કેસમાં પોલીસ દ્રારા માતાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે માતાને હત્યામાં સાથ આપનાર ત્રણ મિત્રો ફરાર છે. હાલ તેમને પણ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ માતા તથા પરિવારની પૂછપરછ કરી વધુ માહિતી મેળવી રહી છે. ગામના લોકો પણ આ ચકચાકી ઘટના બાદ માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.