અમદાવાદ: લૉકડાઉનમાં પતિએ શંકા રાખી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

અટલ સમાચાર,ડેસ્ક લોકો કોરોના વાયરસથી બચવા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. એવામાં અમદાવાદમાં એવી ઘટના સામે આવી રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે. શહેરના સોલા વિસ્તારમાં રૂપિયે ટકે સુખી એક એવા પરિવારની મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેનો પતિ દારૂ પીને તેની
 
અમદાવાદ: લૉકડાઉનમાં પતિએ શંકા રાખી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

અટલ સમાચાર,ડેસ્ક

લોકો કોરોના વાયરસથી બચવા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. એવામાં અમદાવાદમાં એવી ઘટના સામે આવી રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે. શહેરના સોલા વિસ્તારમાં રૂપિયે ટકે સુખી એક એવા પરિવારની મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેનો પતિ દારૂ પીને તેની સાથે મારપીટ કરે છે અને નાની નાની વાતે પરેશાન કરે છે. ફરિયાદીનું કહેવું છે કે છેલ્લા 2 મહિનામાં જ્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે તેવા સમય તેનો પતિ દારૂ પીને બબાલ કરતો હતો. તેના પર શંકા રાખી પાંચ વખત ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની સોલા વિસ્તારની મહિલાએ ફરીયાદમાં લખાવ્યુ છે કે, તેનો પતિ દારૂ પીને તેની સાથે મારપીટ કરે છે અને નાની નાની વાતે પરેશાન કરે છે. આ બધાથી કંટાળી તે પોતાના પિયરમાં જતી રહી હતી. જોકે, પિયરમાં લોકોએ સમજાવી અને ઘર ન તૂટે તે માટે પરત મોકલી દીધી હતી. ફરિયાદી પરત અમદાવાદ પોતાના સાસરે આવી છતાં પતિ હેરાન કરતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદીએ નાસ્તો બનાવી તેમના પતિને આપ્યો હતો ત્યારે આરોપી પતિએ ચા કેમ આટલી ગળી છે? તેમ કહી ફરિયાદી અને તેની પુત્રીને માર માર્યા હતો. આ મામલે પોલીસે IPC 498a, 323, 294(b) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.