આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરતાં સ્થાનિકો અને યુવતીના પરિવારજનો રોષે ભરાઇ ગયા હતા. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે, એકતરફી પ્રેમમાં પાગલ એક યુવાને યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. અને ધોળા દિવસે જાહેરમાં પ્રેમીએ યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમયે ત્યાં હાજર તમામ લોકો આ દ્રશ્યો જોઈ હેરાન થઇ ગયા હતા. લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

મહત્વનું છે કે યુવાનના હુમલામાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત હાલ ગંભીર હોવાનું જણાવવામાં મળી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે આ આરોપીએ આ પહેલા પણ પ્રેમ પ્રકરણના કારણે યુવતી પર જાન લેવા હુમલો કર્યો હતો ત્યારે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી તેઓ યુવતીના પિતાનો આક્ષેપ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code