અમદાવાદ: મુલાકાતમાં ટ્રમ્પના ભાષણથી દેશને લગતી વાત આવી

અટલ સમાચાર,ડેસ્ક મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના મહામાનવ ડોનાલ્ડ ટ્રમ્પે ‘નમસ્તે’થી ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘મને ખુશી છે કે અમે આવતીકાલે ભારત સાથે 3 બિલિયન ડૉલરની મિલિટ્રી ડીલ કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે ‘લોકશાહીમાં આવી મોટી જીત બીજા કોઈ નેતાને નથી
 
અમદાવાદ: મુલાકાતમાં ટ્રમ્પના ભાષણથી દેશને લગતી વાત આવી

અટલ સમાચાર,ડેસ્ક

મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના મહામાનવ ડોનાલ્ડ ટ્રમ્પે ‘નમસ્તે’થી ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘મને ખુશી છે કે અમે આવતીકાલે ભારત સાથે 3 બિલિયન ડૉલરની મિલિટ્રી ડીલ કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે ‘લોકશાહીમાં આવી મોટી જીત બીજા કોઈ નેતાને નથી મળી. ટ્રમ્પે પોતાના ભાષણમાં સ્વામી વિવેકાનંદથી લઈ સચિન તેંડુલકર અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી લઈ અને વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ભારતમાં દર 12 મિનિટે એક વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘મને ખુશી છે કે અમે આવતીકાલે ભારત સાથે 3 બિલિયન ડૉલરની મિલિટ્રી ડીલ કરી રહ્યા છે. ટ્રમ્પે મુસ્લિમ આતંકવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ‘અમેરીકા આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત સાથે છે. પાકિસ્તાન સાથે આતંકવાદની લડાઈમાં ભારત સાથે મળીને કામ કરીશું’

અમદાવાદ: મુલાકાતમાં ટ્રમ્પના ભાષણથી દેશને લગતી વાત આવી

આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં બોલિવૂડ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિ અને ભાંગરા નૃત્યનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું, “આજે પીએમ મોદી ભારતના સૌથી અગ્રણી નેતા છે, ગયા વર્ષે 60 કરોડથી વધુ લોકોએ પીએમ મોદીને મત આપ્યો હતો અને ચૂંટણીનો સૌથી મોટો વિજય નોંધ્યો હતો.”

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા દેશો ઇસ્લામિક આતંકવાદનો ભોગ બન્યા છે, જેની સામે આપણે લડ્યા છે. યુ.એસ.એ તેની કાર્યવાહીમાં આઈએસઆઈએસનો અંત અને અલ-બગદાદીનો અંત કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે આતંક સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ, અમેરિકાએ પણ પાકિસ્તાન ઉપર દબાણ કર્યુ છે. પાકિસ્તાને આતંકવાદ સામે કાર્યવાહી કરવી પડશે, દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવતીકાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરીશ, જેમાં અમે ઘણા સોદા પર વાત કરીશું. ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, અમે ટૂંક સમયમાં ભારતને સૌથી ખતરનાક મિસાઇલો અને શસ્ત્રો આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ભારત મળીને આતંકવાદ સામેની લડત લડશે, અમેરિકા ઇસ્લામિક આતંકવાદ સામેની લડત લડી રહ્યું છે.