અમદાવાદ: કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં 3ના મોત, 6 વ્યક્તિ સામે ગુનો દાખલ

અટલ સમાચાર,અમદાવાદ કાંકરિયામાં રવિવારે એક ગોજારા અકસ્માતમાં ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી. 2 લોકોના જીવ અને 31 ઇજાગ્રસ્તોનો ભોગ લેનારી આ રાઇડ દુર્ઘટના બાદ પોલીસે રાઇડના સંચાલક, ઓપરેટર અને મેનેજ સામે કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. અમદાવાદના કાંકરિયા સ્થિત બાલવાટિકા નજીક ડિસ્કવરી નામની રાઈડમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સવાર
 
અમદાવાદ: કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં 3ના મોત, 6 વ્યક્તિ સામે ગુનો દાખલ

અટલ સમાચાર,અમદાવાદ

કાંકરિયામાં રવિવારે એક ગોજારા અકસ્માતમાં ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી. 2 લોકોના જીવ અને 31 ઇજાગ્રસ્તોનો ભોગ લેનારી આ રાઇડ દુર્ઘટના બાદ પોલીસે રાઇડના સંચાલક, ઓપરેટર અને મેનેજ સામે કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

અમદાવાદ: કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં 3ના મોત, 6 વ્યક્તિ સામે ગુનો દાખલ

અમદાવાદના કાંકરિયા સ્થિત બાલવાટિકા નજીક ડિસ્કવરી નામની રાઈડમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સવાર 31 લોકો પૈકી ત્રણના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અન્ય 28ને સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ગોળ સીટમાં બેસેલા લોકોને આ રાઈડ ઉપર લઈ જઈને પછી ઝૂલાને જેમ ઝૂલાવતી હતી. પણ અચાનક આ રાઈડના 40 ટનના કેબલ પૈકીના એક કેબલમાં કોઈ ખામી સર્જાતા ગોળાકાર ઝુલો પહેલાં એક સાઈડના એંગલ સાથે પટકાયો હતો. એ સમયે જ આ રાઈડમાં બેસેલી એક વ્યક્તિ નીચે પટકાઈ હતી. બાદમાં તરત જ રાઈડ પણ નીચે પટકાઈ હતી. જેમાં બે વ્યક્તિના સ્થળ પર જ મોત થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. જોકે તેમને હોસ્પિટલ લઈ ગયા બાદ મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.

અમદાવાદ: કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં 3ના મોત, 6 વ્યક્તિ સામે ગુનો દાખલ

આ રાઈડ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ ચલાવતુ હતું. જેના માલિક ઘનશ્યામ પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. તો બીજી તરફ એફએસએલની ટીમ પણ તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને કયા સંજોગોમાં દુર્ઘટના સર્જાઈ તેની તપાસ હાથ ધરી છે. જેનો જલદીથી રિપોર્ટ સામે આવશે. આ તરફ વિપક્ષ કોંગ્રેસે આ દુર્ઘટના થવા પાછળ તંત્રની ઘોર બેદરકારીને જવાબદાર ગણાવી છે. સવાલ એ છે કે આ રાઈડ આ રીતે તૂટી જવા પાછળ જવાબદાર કોણ? કોની બેદરકારીને કારણે ત્રણ ત્રણ જીંદગી હોમાઈ ગઈ?

અમદાવાદ: કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં 3ના મોત, 6 વ્યક્તિ સામે ગુનો દાખલ

પ્રાપ્ત અહેવાલો મુજબ રાઇડ એસેમ્બલ્ડ હતી તેથી તેનો વીમો પણ મળ્યો નહોતો. વધુમાં જર્મન પાર્ટ્સની આ રાઇડનો વજન 90થી 100 ટન હતો. નિયમ મુજબ દર સોમવારે આ રાઇડનું ઇન્સ્પેક્શન કરી અને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. ગત સોમવારે પણ રાઇડને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

ઇજાગ્રસ્તાની યાદી

-કંજીલા બાનુ (ઉં.વ. 16)
-રાકેશભાઇ (ઉં.વ. 26)
-વિશાલભાઇ કદમ ((ઉં.વ. 27)
-ટ્વિકલ બેન (ઉં.વ. 26)
-સંદિપભાઇ (ઉં.વ. 25)
-લક્ષ્મી દેવી (ઉં.વ. 22)
-નીશાબેન (ઉં.વ. 24)
-રાકેશ પાટીલ (ઉં.વ. 25)
-બુસુરા બાનુ (ઉં.વ. 16)
-તૈયબા સૈયદ (ઉં.વ. 18)
-શીફા સંઘવી (ઉં.વ. 17)
-જાગૃતિ (ઉં.વ. 20)
-આશીષભાઇ (ઉં.વ. 22)
-બીજલબેન (ઉં.વ. 23)
-સોમીનભાઇ (ઉં.વ. 27)

દુર્ઘટનામાં પોલીસે 5 જણા સામે ગુનો નોંધ્યો

રાઇડ તૂટી પડવાના મામલે પોલીસે ડાયરેકટર ઘનશ્યામ પટેલ,પુત્ર ભાવેશ પટેલ મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ તથા કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે, આરોપીઓ સામે આઈપીસી 304 (મનુષ્યવધ) અને 114 (ઘટના વખતે એક કરતા વધુ લોકો હાજર હોય) કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

અમદાવાદ: કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં 3ના મોત, 6 વ્યક્તિ સામે ગુનો દાખલ
Advertisement