આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

શિવરાત્રી અને સોમવારે પીએમ મોદીએ વિશ્વ ઉમીયા ધામની ભૂમિ પૂજનનું અનાવરણ કર્યું હતુ. તેમણે પોતાના સંબોધનમાં બોલ મારી મા, ઉમિયા માના સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. તો સાથે જ હર હર મહાદેવ પણ કહ્યું હતું. તેમણે ભારત માતા કી જયના ત્રણ જયકાર બોલાવ્યા હતા.
જાસપુરમાં 2 લાખ ચોરસ વાર જમીનમાં આકાર લઈ રહેલ વિશ્વ કક્ષાનુ ઉમિયા માતાના મંદિરનું સોમવારેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભુમિ પુજન કર્યુ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સામાજિક એમ્પાવર્મેન્ટ હબ અને મા ઉમિયાના વિશ્વકક્ષાના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં 1000 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે લાખોની સંખ્યામા પાટીદારો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ માટે 20 હજારથી વધુ સંખ્યામા સ્વયં સેવા જોડાયા હતા. તો લગભગ 5 લાખથી વધુ લોકોને આમંત્રણ આપવામા આવ્યુ હતુ. કાર્યક્રમ સ્થળે આવવવા 3 હજારથી વધુ બસો મુકવામાં આવી છે. 1 કરોડ 10 લાખ ચોરસ ફુટ વિસ્તારમા 75 હજાર કાર અને બસોની પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. એક સાથે 11 હજાર યજમાનો મા ઉમિયાની મહાપુજા કરીને અહીં અનોખો રેકોર્ડ બનાવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code