આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ કોરોના દર્દીઓના નોંધાયા છે. લોકો લોકડાઉનનું કડક પાલન કરે તેમજ શહેરના કોટ વિસ્તાર અને દાણીલમડા વિસ્તારમાં આજથી કર્ફ્યૂ જાહેર કરાયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાની નજર હેઠળ શહેરના નિગરાની રાખવામા આવી છે. શહેરના કર્ફ્યૂ વિસ્તાર અને અન્ય ચાર રસ્તાઓ તેમજ સંવેદન શીલ વિસ્તાર પર સીસીટીવીના માધ્યમથી નજર રખાઇ રહી છે. પાલડી સ્થિત કંટ્રોલ રૂમ પરથી સમગ્ર અમદાવાદ પર 3500 સીસીટીવી કેમેરાથી નજર રખાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે પાલડી સ્થિત કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. સ્માર્ટ શહેર પ્રોજેક્ટ અંતર્ગત કંટ્રોલ રૂમથી સમગ્ર અમદાવાદ શહેરના તમામ રાજ માર્ગો ચાર રસ્તાઓ અને પોળ પર સીધી નજર રાખી શકાય છે. શહેરમાં આજથી શાહપુર, દરિયાપુર, રાયખડ, જમાલપુર, કાલપુરુ, દાણીલમડા વિસ્તારના કર્ફ્યૂ વહેલી સવારથી 21 તારીખ સવાર સુધી લગાવી દેવામાં આવ્યો છે.

આ વિસ્તાર પર સીસીટીવીના આધારે નજર રખાઇ રહી છે. તેમજ લોક ડાઉનના પગલે બહાર નિકળતા લોકો અને વાહન પર પણ નજર રખાઇ રહી છે. કંટ્રોલ રૂમના આધારે જે પણ વિસ્તારમાં લોક તેમજ દુકાનો બહાર એક બીજા અંતર રાખ્યું ન હોય તેવા ફોટા પાડી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અને એએમસી અધિકારીને જાણ કરવામાં આવે છે. જેના આધારે પોલીસ રાઉન્ડ મારે છે. અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાય છે. હાલ કોટ વિસ્તારમાં જ ૩૦૦ થી વધુ સીસીટીવીના માધ્યમથી વોંચ રખાઇ રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code